બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રહેણાક વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તાર જેટલો ઘોંઘાટ, હોર્નના અવાજને કાબૂમાં લેવા AMCનો મોટો નિર્ણય

ગુજરાત / રહેણાક વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તાર જેટલો ઘોંઘાટ, હોર્નના અવાજને કાબૂમાં લેવા AMCનો મોટો નિર્ણય

Nidhi Panchal

Last Updated: 03:06 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સતત વધી રહેલા હોર્ન અને ટ્રાફિકના અવાજને લઈને વૈજ્ઞાનિક અભ્યાસમાં ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન IoT આધારિત નવી ટેક્નોલોજી અમલમાં મૂકવાની તૈયારીમાં છે.

શહેરમાં સતત વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને લઈ તાજેતરમાં થયેલા વૈજ્ઞાનિક અભ્યાસે ચિંતાજનક સ્થિતિ ઉજાગર કરી છે, જેમાં શહેરમાં વધતા હોર્નજન્ય અવાજને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં IoT આધારિત YHonk ટેક્નોલોજીનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે. અત્યાર સુધી ઔદ્યોગિક વિસ્તારોને સૌથી વધુ ઘોંઘાટવાળા વિસ્તાર તરીકે જોવામાં આવતા હતા, પરંતુ હવે શહેરના રહેણાક વિસ્તારોમાં પણ લગભગ એટલો જ અવાજ નોંધાઈ રહ્યો હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે, પરિણામે નાગરિકો પોતાના ઘરમાં પણ ઔદ્યોગિક વિસ્તાર જેવું વાતાવરણ અનુભવી રહ્યા છે.

Horn

સાઉન્ડ લેવલ મીટર (ST-109)ની મદદથી વિસ્તૃત સર્વે હાથ ધર્યો

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CRRI) અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હરિયાણાના સંશોધકોએ શહેરનાં 133 સ્થળોએ ક્લાસ-1 સાઉન્ડ લેવલ મીટર (ST-109)ની મદદથી વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો. અભ્યાસમાં શહેરના રહેણાક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોમાં દિવસ, રાત અને મોડી રાતના અવાજના સ્તરનું માપન કરવામાં આવ્યું હતું.

શહેરમાં વધતા ધ્વનિ પ્રદૂષણની ગંભીરતા દર્શાવે

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)નાં ધોરણો મુજબ રહેણાક વિસ્તારોમાં દિવસ દરમિયાન ૫૫ ડેસિબલ અને રાતના સમયે ૪૫ ડેસિબલ સુધીનો અવાજ માન્ય છે, પરંતુ અભ્યાસમાં રહેણાક વિસ્તારોમાં દિવસ દરમિયાન સરેરાશ ૭૯.૮૩ ડેસિબલ અને રાતે 74.85 ડેસિબલ અવાજ નોંધાયો હતો. મોડી રાતે પણ અવાજનું પ્રમાણ 61.68 ડેસિબલ રહ્યું હતું, જે નિર્ધારિત મર્યાદાથી ઘણું વધુ છે. વ્યાપારી વિસ્તારોમાં દિવસ દરમિયાન 79.67 ડેસિબલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ૮૦.૬૨ ડેસિબલ અવાજ નોંધાયો હતો. આમ, રહેણાક અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચે માત્ર એક ડેસિબલ જેટલો જ તફાવત જોવા મળ્યો છે, જે શહેરમાં વધતા ધ્વનિ પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે.

ટ્રાફિક, હોર્ન અને બાંધકામ મુખ્ય કારણ

સંશોધન મુજબ શહેરમાં સતત વધી રહેલો વાહનોનો ટ્રાફિક, બિનજરૂરી હોર્નનો ઉપયોગ, મોટા પાયે ચાલી રહેલાં બાંધકામો તેમજ રહેણાક વિસ્તારોમાં વધી રહેલી વ્યાપારી પ્રવૃત્તિઓ ધ્વનિ પ્રદૂષણનાં મુખ્ય કારણો છે. વ્યાપારી વિસ્તારોમાંથી સર્જાતો અવાજ આસપાસની રહેણાક સોસાયટીઓ સુધી સરળતાથી પહોંચતો હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

આરોગ્ય માટે ગંભીર ચેતવણી

પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી વધુ અવાજના સંપર્કમાં રહેવાથી બહેરાશ, ઊંઘમાં ખલેલ, માનસિક તણાવ, બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત તકલીફો તેમજ અનિદ્રા જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. શહેરમાં ધ્વનિ પ્રદૂષણ પર તાત્કાલિક નિયંત્રણ લાવવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : ચાર વર્ષથી અટકેલો ભાટ અંડરપાસ પ્રોજેક્ટ ફરી શરૂ થશે, એસ.પી. રિંગ રોડના સિક્સ-લેન વિસ્તરણ સાથે નવી ગતિ

હાઈકોર્ટની ટકોર બાદ અમલીકરણ પર ભાર

ધ્વનિ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું કડક પાલન કરાવવા તેમજ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અસરકારક પગલાં લેવા સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Horn Noise Noise Pollution
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ