બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાર વર્ષથી અટકેલો ભાટ અંડરપાસ પ્રોજેક્ટ ફરી શરૂ થશે, એસ.પી. રિંગ રોડના સિક્સ-લેન વિસ્તરણ સાથે નવી ગતિ
Last Updated: 02:55 PM, 15 July 2026
ભાટ ખાતે આવેલા રાજસ્થાન સર્કલના કેબલ-સ્ટેડ બ્રિજનું કામ પૂર્ણ થઈ બ્રિજ કાર્યરત બન્યા બાદ પણ તેની સાથે પ્રસ્તાવિત અંડરપાસ છેલ્લા ચાર વર્ષથી અભેરાઈમાં પડ્યો હતો. હવે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ એસ.પી. રિંગ રોડના સિક્સ-લેન વિસ્તરણ પ્રોજેક્ટ સાથે આ અંડરપાસને પણ સામેલ કરીને તેને ફરી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાટ બ્રિજથી તપોવન સર્કલ સુધીનો અંડરપાસ રૂ. 50 કરોડના ખર્ચે 2022માં મંજૂર થયો હતો, પરંતુ વિવિધ કારણોસર તેનું કામ શરૂ થઈ શક્યું નહોતું. હવે રિંગ રોડ વિસ્તરણ યોજનાનો ભાગ બનાવી તેને સાકાર કરવામાં આવશે. ભાટ ગામ નજીક રાજસ્થાન સર્કલ ખાતે વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ૨૦૧૯માં કેબલ બ્રિજ અને અંડરપાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના કેપિટલ પ્રોજેક્ટ ડિવિઝન-૩એ બ્રિજને અંદાજે રૂ.135.7 કરોડના ખર્ચે મંજૂરી આપી હતી. ત્યાર બાદ ઔડાએ એસ.પી. રિંગ રોડને છ લેન કરવાનો નિર્ણય લીધો હતો. ૭૬ કિમી લાંબા રિંગ રોડના વિસ્તરણમાં નવ મુખ્ય જંકશન પર ફ્લાયઓવર અને એક સ્થળે અંડરપાસ સહિત કુલ રૂ. 660 કરોડના પ્રોજેક્ટની યોજના તૈયાર કરવામાં આવી હતી, જેને એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)ની લોનથી નાણાકીય સહાય મળવાની હતી. જોકે ફ્લાયઓવરનું કામ આગળ વધ્યું, જ્યારે અંડરપાસનું કામ શરૂ જ થયું નહીં.
ADVERTISEMENT
હવે ઔડાએ ફ્લાયઓવર માટે નિમાયેલા કન્સલ્ટન્ટ એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટને અંડરપાસ માટે પણ લેઆઉટ પ્લાન અને ખર્ચનો અંદાજ તૈયાર કરવા જણાવ્યું છે. એક જ કન્સલ્ટન્ટ બંને પ્રોજેક્ટ સંભાળશે. જેથી ડિઝાઇનમાં એકરૂપતા જળવાય અને બંને કામનું સંકલિત રીતે અમલીકરણ થઈ શકે.
ADVERTISEMENT
2022માં તૈયાર કરાયેલા પ્રસ્તાવ મુજબ અંડરપાસના જાળવણીની જવાબદારી ચોમાસા દરમિયાન સંબંધિત વિભાગ સંભાળશે તેમજ ડિફેક્ટ લાયાબિલિટી સમયગાળા સુધી ટ્રાફિક વ્યવસ્થાપન પણ કરશે. ઔડાના એક અધિકારીએ જણાવ્યું કે એસ.પી. રિંગ રોડના રૂ. 2,200 કરોડના સિક્સ-લેન વિસ્તરણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ પેકેજ હેઠળ પૂર્વ વિસ્તારમાં 37 કિમી રસ્તાના વિસ્તરણનું ટેન્ડર મંજૂર થઈ ચૂક્યું છે, જ્યારે બીજા પેકેજ હેઠળ પશ્ચિમ વિસ્તારમાં ૩૯.૨૫ કિમી રસ્તાના વિસ્તરણને પણ મંજૂરી મળી છે.
આ પણ વાંચો : 'ઓપરેશન મોનસૂન' શરૂ: ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુ સામે AMCનું યુદ્ધસ્તરે એક્શન
ADVERTISEMENT
ઉપરાંત હાલના 34 કિમીના બે-લેન સર્વિસ રોડને ચાર લેન તથા 15 કિમીના ત્રણ-લેન સર્વિસ રોડને ચાર લેનમાં રૂપાંતરિત કરવાની કામગીરી પણ હાથ ધરાશે. અધિકારીએ ઉમેર્યું કે, ૨૦૨૨માં અંડરપાસને મંજૂરી મળી હતી, પરંતુ કોઈ કારણસર તેનું બાંધકામ શરૂ થઈ શક્યું નહોતું. હવે ભાટ સર્કલ ખાતે એસ.પી. રિંગ રોડના વિસ્તરણ સાથે અંડરપાસનું કામ પણ કરવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.