બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારત-યુકે ટ્રેડ ડીલમાં કોનો થયો ફાયદો, તમારા ખિસ્સા પર શું પડશે અસર? આખી ડીલ સરળ ભાષામાં સમજો

FTA / ભારત-યુકે ટ્રેડ ડીલમાં કોનો થયો ફાયદો, તમારા ખિસ્સા પર શું પડશે અસર? આખી ડીલ સરળ ભાષામાં સમજો

Kalpesh Kandoria

Last Updated: 10:02 AM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય માણસના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે આ ટ્રેડ ડીલથી આખરે આપણા જીવનમાં શું બદલાશે? શું સ્કોચ-વ્હિસ્કી ખરેખર સસ્તી થશે? બ્રિટિશ કાર ખરીદવી સરળ બનશે? ભારતીય ઉદ્યોગોને કેટલો ફાયદો થશે? અને કયા એવા ક્ષેત્રો છે જ્યાં ભારતે કોઈ સમાધાન કર્યું જ નથી? આ તમામ સવાલોના જવાબ આજના એક્સપ્લેનરમાં સરળ ભાષામાં સમજીએ.

15 જુલાઈ, 2026થી એટલે કે આજથી ભારત અને યુકે વચ્ચે થયેલી કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) અમલમાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોમાં ભારત માટે આ સૌથી મોટી વેપાર સંધિઓમાંની એક માનવામાં આવે છે. સરકારનું કહેવું છે કે આ ડીલથી બંને દેશો વચ્ચે વેપાર વધશે, ભારતીય કંપનીઓને નવા બજારો મળશે અને અનેક બ્રિટિશ પ્રોડક્ટ્સ ભારતમાં સસ્તી થઈ શકે છે.

જો કે, સામાન્ય માણસના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે આ ટ્રેડ ડીલથી આખરે આપણા જીવનમાં શું બદલાશે? શું સ્કોચ-વ્હિસ્કી ખરેખર સસ્તી થશે? બ્રિટિશ કાર ખરીદવી સરળ બનશે? ભારતીય ઉદ્યોગોને કેટલો ફાયદો થશે? અને કયા એવા ક્ષેત્રો છે જ્યાં ભારતે કોઈ સમાધાન કર્યું જ નથી? આ તમામ સવાલોના જવાબ આજના એક્સપ્લેનરમાં સરળ ભાષામાં સમજીએ.

ભારત માટે આ ડીલ શા માટે એટલી મોટી માનવામાં આવે છે?

ભારત અત્યાર સુધી અનેક દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી ચૂક્યું છે. મોદી સરકારના કાર્યકાળમાં મોરિશિયસ, UAE, ઓસ્ટ્રેલિયા, EFTA અને ઓમાન બાદ હવે યુકે સાથેની આ છઠ્ઠી મોટી ટ્રેડ ડીલ અમલમાં આવી રહી છે. આ સંધિનું સૌથી મોટું પાસું એ છે કે ભારતના લગભગ 99% નિકાસ ઉત્પાદનોને યુકેમાં ડ્યૂટી ફ્રી એન્ટ્રી મળશે. એટલે કે અત્યાર સુધી જે ભારતીય ઉત્પાદનો પર 4%થી 16% સુધીની આયાત ડ્યૂટી લાગતી હતી, તે હવે મોટા ભાગે શૂન્ય થઈ જશે. આનો સીધો ફાયદો ભારતીય નિકાસકારોને મળશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સ્પર્ધાત્મકતા વધશે.

કયા ભારતીય ઉદ્યોગોને સૌથી મોટો ફાયદો થશે?

આ ટ્રેડ ડીલનો સૌથી મોટો લાભ એવા ક્ષેત્રોને મળશે જ્યાં મોટી સંખ્યામાં રોજગારી સર્જાય છે.

તેમાં મુખ્યત્વે આ ઉદ્યોગોનો સમાવેશ થાય છે

  • ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ
  • ફૂટવેર
  • કાર્પેટ
  • પ્રોસેસ્ડ ફૂડ
  • અનાજ
  • ફળ અને શાકભાજી
  • મસાલા
  • માછલી અને માંસની પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ

આ સિવાય ઓટોમોબાઇલ, મોટરસાયકલ, ઓટો પાર્ટ્સ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, ફેબ્રિકેટેડ મેટલ, સિરામિક, ગ્લાસ, સ્ટોન અને સિમેન્ટ ઉદ્યોગોને પણ મોટી તક મળશે. ભારતીય કંપનીઓ માટે યુકેનું બજાર હવે પહેલાં કરતાં વધુ સરળ બનશે.

સામાન્ય ગ્રાહકોને શું ફાયદો થશે?

ટ્રેડ ડીલ માત્ર ઉદ્યોગો પૂરતી મર્યાદિત નથી. ભારતમાં આયાત થતી અનેક બ્રિટિશ વસ્તુઓ પર ડ્યૂટી ઘટશે, જેના કારણે સમય જતાં તેમની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે. તેમાં,

  • સેલ્મન
  • લેમ્બ
  • ચોકલેટ
  • સોફ્ટ ડ્રિંક્સ
  • કોસ્મેટિક્સ
  • સાબુ
  • પરફ્યૂમ
  • શેવિંગ ક્રીમ
  • નેઇલ પોલિશ
  • ઇલેક્ટ્રોનિક્સ
  • મશીનરી

જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ભારત યુકેથી આયાત થતી ચાંદી પરની આયાત ડ્યૂટી આગામી 10 વર્ષમાં શૂન્ય કરશે.

સૌથી મોટી ચર્ચા કાર અને ટ્રક અંગે

આ ટ્રેડ ડીલમાં સૌથી વધુ ચર્ચા ઓટોમોબાઇલ સેક્ટરને લઈને થઈ રહી છે. પ્રથમ વખત ભારતે યુકેમાં બનેલી સંપૂર્ણ તૈયાર કાર અને ટ્રક પરની આયાત ડ્યૂટીમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી 110% સુધીની આયાત ડ્યૂટી લાગતી હતી. તે હવે તબક્કાવાર ઘટીને 10% સુધી આવશે.

પેટ્રોલ-ડીઝલ કારને તરત ફાયદો, EVને સમય લાગશે

આ ડીલમાં એક રસપ્રદ જોગવાઈ પણ છે. પેટ્રોલ અને ડીઝલ કારને શરૂઆતથી જ લાભ મળશે. પરંતુ ઇલેક્ટ્રિક કાર, હાઇબ્રિડ કાર, હાઇડ્રોજન કારને છઠ્ઠા વર્ષથી જ વિશેષ લાભ મળશે. આ પાછળનો હેતુ ભારતીય EV ઉદ્યોગને શરૂઆતના પાંચ વર્ષ સુધી સુરક્ષા આપવાનો છે.

કેટલી કાર ભારતમાં આવી શકશે?

ભારત પ્રથમ 15 વર્ષ દરમિયાન યુકેથી 3.78 લાખ પેટ્રોલ-ડીઝલ પેસેન્જર કાર રિયાયતી ડ્યૂટી સાથે આયાત કરવાની મંજૂરી આપશે. ટ્રક માટે પણ અલગ ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ વર્ષે 2,500 ટ્રક આવશે. પાંચમા વર્ષથી આ સંખ્યા વધીને 3,500 થશે. ક્વોટાની બહાર આવતાં ટ્રક પરની ડ્યૂટી પણ તબક્કાવાર ઘટીને દસમા વર્ષે 22% થશે.

ભારતીય EV કંપનીઓ માટે પણ સારા સમાચાર

આ ડીલ એકતરફી નથી. યુકેએ ભારતીય ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને હાઇડ્રોજન કાર માટે પણ બજાર ખોલ્યું છે. યુકેમાં સામાન્ય રીતે 10% આયાત ડ્યૂટી લાગે છે. પરંતુ CETA હેઠળ નક્કી કરાયેલા વાર્ષિક ક્વોટામાં આવતી ભારતીય કાર ડ્યૂટી ફ્રી પ્રવેશ મેળવી શકશે.

સ્કોચ વ્હિસ્કી ખરેખર સસ્તી થશે?

આ ટ્રેડ ડીલનો સૌથી વધુ ચર્ચાતો મુદ્દો સ્કોચ વ્હિસ્કી રહ્યો છે. હાલમાં ભારત સ્કોચ પર 150% આયાત ડ્યૂટી વસૂલે છે. ડીલ અમલમાં આવ્યા પછી શરૂઆતમાં ડ્યૂટી 75% થશે. દસમા વર્ષે તે ઘટીને 40% થશે.

આ જ પ્રકારની રાહત

  • જીન
  • વોડકા
  • રમ
  • બ્રાન્ડી
  • બર્બન
  • ટકીલા
  • સાઇડર
  • લિક્યોર

પર પણ લાગુ પડશે. જો કે આ રાહત માત્ર નક્કી કરાયેલા Minimum Import Price (MIP) કરતાં વધુ કિંમત ધરાવતા ઉત્પાદનો પર જ મળશે.

ક્યાં ભારતે કોઈ સમાધાન કર્યું નથી?

ટ્રેડ ડીલમાં કેટલાક એવા ક્ષેત્રો પણ છે જ્યાં ભારતે કોઈ છૂટ આપી નથી તેમાં..

  • તાજા સફરજન
  • વોલનટ
  • વ્હે
  • બ્લૂ ચીઝ
  • ચોક્કસ પ્રકારના બીજ
  • ગોલ્ડ બાર
  • સ્માર્ટફોન

નો સમાવેશ થાય છે.

બીજી તરફ યુકેએ પણ વિવિધ માંસ ઉત્પાદનો, ઈંડા આધારિત વસ્તુઓ, ચોખા, શેરડી અને બીટમાંથી બનતી ખાંડ, પોતાની છૂટ યાદીમાંથી બહાર રાખ્યા છે.

બ્રિટિશ કંપનીઓને ભારતમાં શું મળશે?

આ ડીલ હેઠળ પ્રથમ વખત ભારતે કેન્દ્ર સરકારના લગભગ 40 હજાર હાઈ વેલ્યૂ સરકારી કોન્ટ્રાક્ટ્સ બ્રિટિશ કંપનીઓ માટે પણ ખુલ્લા મૂક્યા છે. આમાં ટ્રાન્સપોર્ટ, ગ્રીન એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

પેટન્ટ અને દવાઓમાં ભારતે નમતું નથી જોખ્યું

થિંક ટેન્ક GTRI અનુસાર ભારતે પેટન્ટ સમયગાળો વધારવાની માંગ સ્વીકારી નથી. ફાર્માસ્યુટિકલ ડેટા એક્સક્લૂસિવિટી પણ સ્વીકારી નથી. ભારતે ફરજિયાત લાઇસન્સિંગ (Compulsory Licensing)નો અધિકાર પણ યથાવત રાખ્યો છે, જે આરોગ્ય ઇમરજન્સી દરમિયાન જીવન બચાવતી દવાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

IT કંપનીઓને મોટો ફાયદો

ભારતીય IT કંપનીઓ માટે આ ડીલ ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. હવે ભારતમાંથી યુકે મોકલાયેલા કર્મચારીઓ માટે કંપનીઓને પાંચ વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટી કોન્ટ્રિબ્યુશન ભરવું નહીં પડે. તેનો સૌથી વધુ લાભ TCS, Infosys જેવી મોટી IT કંપનીઓને મળી શકે છે.

Rules of Origin એટલે શું?

ટ્રેડ ડીલમાં સૌથી મહત્વનો મુદ્દો Rules of Origin છે. તે નક્કી કરે છે કે કોઈ પ્રોડક્ટ ખરેખર ભારતીય છે કે બ્રિટિશ. જો આ નિયમ ન હોય તો કોઈ ત્રીજો દેશ માત્ર નાનું પ્રોસેસિંગ કરીને પોતાના ઉત્પાદનોને ભારત કે યુકેના નામે વેચી શકે. આ નિયમો એ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે બનાવવામાં આવ્યા છે.

સ્ટીલ ઉદ્યોગ માટે ચિંતા પણ છે

GTRI અનુસાર ભારતે FY2026 દરમિયાન યુકેમાં આશરે 900 મિલિયન ડોલરના સ્ટીલ અને સ્ટીલ પ્રોડક્ટ્સ નિકાસ કર્યા હતા. પરંતુ યુકે 1 જુલાઈ 2026થી સ્ટીલ આયાત માટે નવા નિયમો અમલમાં મૂકી રહ્યું હોવાથી આ વેપાર પર દબાણ આવી શકે છે.

બંને દેશો વચ્ચે વેપાર કેટલો છે?

2025-26 દરમિયાન ભારત અને યુકે વચ્ચેનો કુલ વેપાર વધીને 25.12 અબજ ડોલર થયો. એક વર્ષ અગાઉ તે 23.13 અબજ ડોલર હતો. ભારતની નિકાસ 7.6% ઘટીને 13.44 અબજ ડોલર રહી. જ્યારે આયાત 36.11% વધીને 11.68 અબજ ડોલર પહોંચી.

આ જ સમયગાળામાં ભારતને યુકેથી 1 અબજ ડોલરનું FDI મળ્યું, જ્યારે અગાઉના વર્ષે તે 795 મિલિયન ડોલર હતું.

સંકળાયેલા મુદ્દાઓ

FTA Benefits India UK Free Trade Agreement India UK Trade Deal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ