બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:06 AM, 15 July 2026
1/7
ધાર્મિક માન્યતા મુજબ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલી પૂજા, મંત્રજાપ અને ઉપાસનાનું અનેકગણું ફળ મળે છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રિ 15 જુલાઈથી 23 જુલાઈ 2026 સુધી ઉજવાશે. આ દિવસોમાં માતાના ગુપ્ત સ્વરૂપોની આરાધના કરીને ભક્તો સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે.
2/7
ચૈત્ર અને શારદીય નવરાત્રિની જેમ ગુપ્ત નવરાત્રિ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જોકે આ નવરાત્રિમાં ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં નિયમપૂર્વક માતાની ઉપાસના કરે છે. ખાસ કરીને સાધના અને આધ્યાત્મિક પ્રગતિ માટે આ સમય ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસોમાં માતાની કૃપાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે.
3/7
ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના દસ મહાવિદ્યા સ્વરૂપોની વિશેષ આરાધના કરવામાં આવે છે. તેમાં માતા કાળી, માતા તારા, માતા ત્રિપુરા સુન્દરી, માતા ભુવનેશ્વરી, માતા ત્રિપુર ભૈરવી, માતા છિન્નમસ્તા, માતા ધૂમાવતી, માતા બગલામુખી, માતા માતંગી અને માતા કમલા દેવીનો સમાવેશ થાય છે. આ સ્વરૂપોની પૂજાથી આધ્યાત્મિક શક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
4/7
પંચાંગ અનુસાર 15 જુલાઈ 2026ના રોજ આષાઢ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સવારે 11:51 વાગ્યા સુધી રહેશે. ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપના માટે સવારે 6:03 વાગ્યાથી સવારે 8:20 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવ્યો છે. આ મુહૂર્તમાં વિધિપૂર્વક કલશ સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે.
5/7
સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ પૂજાના સ્થળની સફાઈ કરીને ગંગાજળથી શુદ્ધ કરો. એક ચૌકી પર લાલ અથવા પીળું કપડું પાથરી માતાના મહાવિદ્યા સ્વરૂપોની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. પછી માટી અથવા તાંબાના કલશમાં સ્વચ્છ જળ ભરી તેમાં આમના પાન મૂકો અને ઉપર નાળિયેર સ્થાપિત કરો. માતાનું ધ્યાન કરીને કલશ સ્થાપના કરો અને અખંડ દીવો પ્રગટાવો.
6/7
કલશ સ્થાપના બાદ માતા દુર્ગાનું ધ્યાન ધરો અને શ્રદ્ધાપૂર્વક દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. ત્યારબાદ માતાને ભોગ અર્પણ કરો અને આરતી કરો. પૂજાના અંતે માતા સમક્ષ થયેલી જાણતી-અજાણતી ભૂલો માટે ક્ષમા યાચના કરો. માન્યતા છે કે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરાયેલી પૂજાથી માતા આદિશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો માર્ગ ખુલ્લો બને છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ