ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 16 જુલાઈથી ફરી બદલાશે હવામાન, અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં 16 જુલાઈથી ફરી બદલાશે હવામાન, અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Last Updated: 06:50 AM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિવિધિ નબળી પડતાં ઉકળાટ અને ગરમીમાં વધારો થયો છે. હવે હવામાન વિભાગે 16 જુલાઈથી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ

ગુજરાતમાં ચોમાસું એકાએક ગાયબ થઈ જતાં લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો, પરંતુ હજુ પણ અનેક જિલ્લાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વરસાદની કોઈ ખાસ શક્યતા દર્શાવવામાં આવી નથી

હવામાન વિભાગ અનુસાર આજે 15 જુલાઈ 2026ના રોજ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની કોઈ ખાસ શક્યતા દર્શાવવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી

હવામાન વિભાગે 16થી 20 જુલાઈ 2026 દરમિયાન પણ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી શકે

આગામી દિવસોની આગાહી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટિંગ અનુસાર 21થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે. આ સમયગાળા દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ

અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહી શકે છે. રાજકોટમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહી શકે છે. સુરતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જ્યાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહી શકે છે. વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત નજીકના દરિયામાં સર્જાયેલા તીવ્ર દબાણના ફેરફારને કારણે આગામી 18 જુલાઈ 2026 સુધી દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા, પોરબંદર, મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ અને દહેજ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 45થી 55 કિમી પ્રતિ કલાક તેમજ કેટલાક સમયે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની અને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Gujarat Weather Update Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ