બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:03 PM, 15 July 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદર પવાર) એટલે કે NCP(SP)ની NDAમાં જોડાવાની અટકળો તેજ બની હતી. પરંતુ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુલેએ આ તમામ ચર્ચાઓને સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે NCP (SP) NDAમાં જોડાવાની નથી અને આવી કોઈ ચર્ચા પણ ચાલી રહી નથી.
ADVERTISEMENT
સુપ્રિયા સુલેએ સ્પષ્ટ કર્યું કે,"અમે ક્યાંય જઈ રહ્યા નથી. NDAમાં જોડાવાનો કોઈ પ્રશ્ન જ નથી." તેમણે કહ્યું કે પાર્ટી પોતાના રાજકીય સ્ટેન્ડ પર અડગ છે અને સોશિયલ મીડિયા તેમજ રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળોમાં કોઈ સત્ય નથી.
સીમાંકન બિલ પર હજુ અંતિમ નિર્ણય નથી
ADVERTISEMENT
સુળેએ સંસદમાં આવનારા સીમાંકન બિલ અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે પાર્ટીએ હજુ સુધી આ મુદ્દે અંતિમ નિર્ણય લીધો નથી. બિલનું સંપૂર્ણ સ્વરૂપ સામે આવ્યા બાદ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી જ સત્તાવાર વલણ જાહેર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે,"બિલ શું છે અને તેમાં શું જોગવાઈઓ છે તે પહેલા સમજવું જરૂરી છે. ત્યારબાદ જ અમે નિર્ણય લઈશું."
આ પણ વાંચો- બ્રિટન સાથેની ટ્રેડ ડીલથી ભારતને થશે આ 5 મોટા ફાયદા, 99 વસ્તુઓ પરથી ટેરિફનો બોજ હટ્યો
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં રાજકીય અટકળો વચ્ચે આવ્યું નિવેદન
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રની રાજનીતિમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) ભવિષ્યમાં NDA સાથે જઈ શકે છે. આ અટકળોને કારણે રાજકીય ગરમાવો વધ્યો હતો. જોકે, સુપ્રિયા સુળેના સ્પષ્ટ નિવેદન બાદ આ ચર્ચાઓ પર હાલ માટે પૂર્ણવિરામ લાગી ગયું છે.
ADVERTISEMENT
વિરોધી ગઠબંધનમાં યથાવત રહેવાના સંકેત
સુપ્રિયા સુલેના નિવેદનથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે NCP(SP) હાલ પોતાના રાજકીય વલણમાં કોઈ ફેરફાર કરવા માંગતી નથી. બીજી તરફ, સીમાંકન બિલ જેવા મહત્વના મુદ્દા પર પાર્ટી ઉતાવળે નિર્ણય લેવાના બદલે તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ જ પોતાનું વલણ જાહેર કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.