બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પહેલીવાર પોલીસના ખભા પર ઝળહળશે મિની એમ્બર લાઈટ, ભીડમાં તરત થશે ઓળખ
Last Updated: 03:24 PM, 15 July 2026
અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા શહેર પોલીસે આ વર્ષે એક અનોખી પહેલ કરી છે. અત્યાર સુધી માત્ર પોલીસનાં વાહનો પર જ જોવા મળતી લાલ અને વાદળી રંગની મિની એમ્બર લાઈટ હવે પહેલી વખત પોલીસ જવાનોના ખભા પર પણ જોવા મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રથયાત્રાના રૂટ પર ફરજ બજાવતા એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓને આ મિની એમ્બર લાઈટ આપવામાં આવી છે. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પોલીસ જવાનો ક્યાં તહેનાત છે તેની ઓળખ સરળતાથી થઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા ઓછા પ્રકાશવાળા વિસ્તારોમાં પણ એમ્બર લાઈટના કારણે પોલીસ કર્મચારી દૂરથી જ સ્પષ્ટ દેખાશે. જેથી ભીડમાં પોલીસની હાજરી તરત જ નજરે ચઢશે અને જરૂર પડ્યે લોકો સરળતાથી પોલીસનો સંપર્ક કરી શકશે.
ADVERTISEMENT
આ મિની એમ્બર લાઈટ હળવી અને બેટરી સંચાલિત છે, જેને પોલીસ કર્મચારીના ખભા પર લગાવવામાં આવે છે. સતત ઝબૂકતી લાલ અને વાદળી લાઈટ પોલીસની ઓળખ વધુ સ્પષ્ટ બનાવશે અને ભીડ નિયંત્રણમાં પણ મદદરૂપ બનશે. ડ્રોન, બોડી વોર્ન કેમેરા, હાથી પરના કેમેરા, હજારો સીસીટીવી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત મોનિટરિંગ જેવી વ્યવસ્થાઓ વચ્ચે પોલીસના ખભા પર મિની એમ્બર લાઈટનો ઉપયોગ આ વર્ષની રથયાત્રાની સૌથી અનોખી અને હાઈટેક સુરક્ષા પહેલ તરીકે ચર્ચામાં છે.

ADVERTISEMENT
અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક અને અસરકારક બનાવવા શહેર પોલીસે આ વર્ષે નવી ટેક્નોલોજીનો સમાવેશ કર્યો છે. અત્યાર સુધી માત્ર પોલીસના વાહનો પર જોવા મળતી લાલ અને વાદળી રંગની મિની એમ્બર લાઈટ હવે પહેલીવાર પોલીસ જવાનોના ખભા પર પણ લગાવવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ફરજ બજાવતા એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓને આ ખાસ બેટરી સંચાલિત મિની એમ્બર લાઈટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પોલીસ કર્મચારીઓ ક્યાં તહેનાત છે તેની ઓળખ સરળતાથી થઈ શકે અને જરૂર પડ્યે લોકો તરત જ પોલીસ સુધી પહોંચી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા ઓછા પ્રકાશવાળા વિસ્તારોમાં પણ ઝબૂકતી લાલ અને વાદળી લાઈટના કારણે પોલીસ કર્મચારીઓ દૂરથી જ સ્પષ્ટ દેખાશે.
ADVERTISEMENT
આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ, બોડી વોર્ન કેમેરા, હાથી પર લગાવવામાં આવેલા કેમેરા, હજારો CCTV કેમેરા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત મોનિટરિંગ સિસ્ટમ સાથે આ મિની એમ્બર લાઈટ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. શહેર પોલીસનું માનવું છે કે આ પહેલથી ભીડ નિયંત્રણ વધુ સરળ બનશે, ઈમરજન્સી સમયે પોલીસ સુધી ઝડપથી પહોંચી શકાશે અને સમગ્ર રથયાત્રા વધુ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં મદદ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.