બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રામ મંદિર-બદ્રીનાથ બાદ વધુ એક મંદિરમાં ચોરી? CCTV વાયરલ થતા ચોંકાવનારો ધડાકો

દાન ચોરી વિવાદ / રામ મંદિર-બદ્રીનાથ બાદ વધુ એક મંદિરમાં ચોરી? CCTV વાયરલ થતા ચોંકાવનારો ધડાકો

Priykant Shrimali

Last Updated: 04:22 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mansa Devi Temple Controversy : રામમંદિર અને બદરીનાથ ધામમાં દાન સંબંધિત વિવાદો બાદ આ જૂનો વીડિયો ફરીથી વાયરલ થતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ

Mansa Devi Temple Controversy : રામમંદિરમાં દાનની ચોરી અને ત્યારબાદ બદરીનાથ ધામમાં દાનપેટીમાંથી સોના-ચાંદી અને રોકડ સાથેની ગેરરીતિના આરોપો સામે આવ્યા બાદ હવે હરિદ્વારના પ્રસિદ્ધ સિદ્ધપીઠ મનસા દેવી મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં વીડિયોમાં મંદિરનો એક કર્મચારી પોતાની કુર્તાની ખિસ્સામાં રૂપિયા મૂકતો જોવા મળતાં દાનમાં ગેરરીતિના આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે, બાદમાં આ સમગ્ર ઘટનાની હકીકત પણ સામે આવી છે.

ક્યારે બની હતી ઘટના?

સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહેલો વીડિયો તાજેતરનો નથી. મંદિર પ્રશાસનના જણાવ્યા મુજબ આ વીડિયો અંદાજે ત્રણ વર્ષ જૂનો છે. જોકે રામમંદિર અને બદરીનાથ ધામમાં દાન સંબંધિત વિવાદો બાદ આ જૂનો વીડિયો ફરીથી વાયરલ થતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કેમ થયો વિવાદ?

વીડિયોમાં એક વ્યક્તિ પોતાની કુર્તાની ખિસ્સામાં કંઈક મૂકતો દેખાય છે. આ દૃશ્યના આધારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો કે મંદિરમાં આવતા દાનના રૂપિયા ખિસ્સામાં મૂકવામાં આવી રહ્યા છે. જોકે, વીડિયોની સંપૂર્ણ હકીકત અને સમગ્ર ઘટનાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. માત્ર વીડિયાના એક ભાગના આધારે અનેક પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા.

જાણો પછી શું થયું?

મંદિરના મુખ્ય મહંત શ્રીમહંત રવિન્દ્ર પુરીએ સ્પષ્ટતા કરી કે વાયરલ વીડિયો લગભગ ત્રણ વર્ષ જૂનો છે અને તેને હાલની ઘટનાઓ સાથે જોડીને ઇરાદાપૂર્વક ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ મંદિરનો કર્મચારી છે અને મંદિરની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી આ વીડિયો ફરી ચર્ચામાં લાવવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલામાં વીડિયોમાં દેખાતા મહેશ દુબેએ પણ પોતાની સ્પષ્ટતા આપી છે. તેમણે સ્વીકાર્યું કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ તેઓ જ છે, પરંતુ તેઓ કોઈ દાનચોરી કે ગેરરીતિ કરી રહ્યા નહોતા. તેમના જણાવ્યા મુજબ એક શ્રદ્ધાળુએ તેમને 50 રૂપિયા આપ્યા હતા, જે તેઓ પોતાની ખિસ્સામાં રાખી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયાનો માત્ર એક ભાગ વાયરલ થતાં સમગ્ર ઘટનાનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો : NCP(SP)ના NDAમાં જોડાવા અંગે થઈ ગયો ખુલાસો, સુપ્રિયા સુલેનું મહત્વનું નિવેદન

મંદિર પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય

દાન વ્યવસ્થામાં વધુ પારદર્શિતા રહે તે માટે મનસા દેવી મંદિર પ્રશાસને તાજેતરમાં નવા નિયમો અમલમાં મૂક્યા છે. મુખ્ય મહંત રવિન્દ્ર પુરીએ પુજારીઓ અને કર્મચારીઓ માટે નવા ડ્રેસ કોડની જાહેરાત કરી છે. નવા કુર્તામાં ખિસ્સા રાખવામાં આવ્યા નથી જેથી દાન સંબંધિત કોઈપણ પ્રકારની શંકા ઊભી ન થાય અને વ્યવસ્થા વધુ પારદર્શક બની રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haridwar Viral Video Temple Donation System Mansa Devi Temple
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ