બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 16 કિમીના રૂટ પર 30 હજાર પોલીસ, 3700 CCTV, 100થી વધુ ડ્રોન અને AIથી થશે રથયાત્રાની સુરક્ષા, અભેદ્ય કિલ્લામાં ફેરવાશે આખો રૂટ

અમદાવાદ / 16 કિમીના રૂટ પર 30 હજાર પોલીસ, 3700 CCTV, 100થી વધુ ડ્રોન અને AIથી થશે રથયાત્રાની સુરક્ષા, અભેદ્ય કિલ્લામાં ફેરવાશે આખો રૂટ

Priykant Shrimali

Last Updated: 06:06 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RathYatra 2026 Police Security : આ વખતે રથયાત્રાની સુરક્ષામાં આધુનિક ટેક્નોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. 100થી વધુ ડ્રોન દ્વારા હવાઈ નજર રાખવામાં આવશે. ગજરાજ પર GPS, CCTV કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે

RathYatra 2026 Police Security : અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં રથયાત્રાના બંદોબસ્ત અંગેની વિગતવાર માહિતી આપી હતી. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, 16 કિલોમીટર લાંબા સમગ્ર રથયાત્રા રૂટ પર આશરે 30 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. સમગ્ર રૂટને વધુ અસરકારક સુરક્ષા માટે 26 રેન્જ, 53 એરિયા અને 1,397 પોઈન્ટમાં વહેંચવામાં આવ્યો છે, જેથી દરેક સ્થળ પર સતત નજર રાખી શકાય.

હાઈટેક ટેક્નોલોજીથી થશે સુરક્ષા વ્યવસ્થા

આ વખતે રથયાત્રાની સુરક્ષામાં આધુનિક ટેક્નોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. 100થી વધુ ડ્રોન દ્વારા હવાઈ નજર રાખવામાં આવશે. ગજરાજ પર GPS, CCTV કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે. ઉપરાંત AI આધારિત ફેસ રેકગ્નિશન કેમેરા, AI વોઇસ બોટ, હાઈટેક વાયરલેસ સિસ્ટમ અને એન્ટી-ડ્રોન ગન જેવી વ્યવસ્થાઓ પણ કાર્યરત રહેશે.

ઉચ્ચ અધિકારીઓથી લઈને પેરામિલિટરી સુધીનો કાફલો

રથયાત્રાના બંદોબસ્તમાં 10 IG/DIG કક્ષાના અધિકારીઓ, JCP, 42 DCP, 93 ACP, 303 PI, 673 PSI અને અંદાજે 30 હજાર પોલીસ કોન્સ્ટેબલ તથા હોમગાર્ડ ફરજ બજાવશે. આ ઉપરાંત 15 SRP કંપનીઓ અને 1,000 જેટલા BSF તથા અન્ય પેરામિલિટરી દળના જવાનો પણ સુરક્ષામાં જોડાશે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) સહિતની વિશેષ ટીમો પણ તૈનાત રહેશે.

3,700 CCTV કેમેરાથી સતત મોનિટરિંગ

સમગ્ર રથયાત્રા રૂટ પર 3,700થી વધુ CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. તમામ કેમેરાનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે. ઉપરાંત 250થી વધુ સંવેદનશીલ (ડીપ) પોઈન્ટ પર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ગજરાજ, અખાડા અને ભજન મંડળીઓ સાથે મૂવિંગ બંદોબસ્ત

રથયાત્રામાં 3 મુખ્ય રથ, 18 ગજરાજ, 103 ટ્રક, 30 અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે. સમગ્ર યાત્રા દરમિયાન ગજરાજ, અખાડા અને ભજન મંડળીઓ સાથે પોલીસનો મૂવિંગ બંદોબસ્ત રહેશે, જેથી સમગ્ર રૂટ પર સુરક્ષા જળવાઈ રહે.

આ પણ વાંચો : પહેલીવાર પોલીસના ખભા પર ઝળહળશે મિની એમ્બર લાઈટ, ભીડમાં તરત થશે ઓળખ

કોમી એકતા અને જનજાગૃતિ માટે વિશેષ પ્રયાસો

પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, છેલ્લા દોઢ મહિનાથી શહેરમાં કોમી એકતા અને ભાઈચારો મજબૂત બને તે માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. મહિલા મોરચા સાથે બેઠક, શાંતિ સમિતિની બેઠકો તેમજ નવી પેઢી એટલે કે Gen Z સાથે સંવાદ કરીને પણ રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં યોજવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા લોકોને પણ સહકાર આપવા અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RathYatra 2026 Police Security Ahmedabad Police
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ