બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:06 AM, 18 July 2026
1/7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે શનિદેવની વિશેષ કૃપા પાંચ રાશિઓ પર વરસી શકે છે. આ રાશિના જાતકોને કારકિર્દી, વેપાર, ધન, માન-સન્માન અને પરિવારિક જીવનમાં સારા પરિણામો મળવાના સંકેત છે. અટવાયેલા કામો પૂર્ણ થઈ શકે છે, નવી તકો મળી શકે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે.
2/7
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સિદ્ધિઓથી ભરેલો રહી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે અને મનને શાંતિનો અનુભવ થશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થશે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. આજના ઉપાય તરીકે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો 9 વખત પાઠ કરો અને શિવ મંદિર પરિસરમાં પીપળાનું વૃક્ષ રોપો. શુભ રંગ નારંગી અને પીળો રહેશે. શુભ અંક 3 અને 9 છે. ભાગ્યનો સાથ લગભગ 70 ટકા મળી શકે છે.
3/7
ચંદ્ર, શુક્ર અને કેતુ તમારી રાશિમાં હોવાથી વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે અને પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. નવી વ્યાવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. આજના ઉપાય તરીકે સાત પ્રકારના અનાજનું દાન કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શુભ રંગ લીલો અને આસમાની રહેશે. શુભ અંક 1 અને 2 છે. ભાગ્યનો સાથ લગભગ 75 ટકા મળી શકે છે.
4/7
વૃશ્ચિક રાશિના જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિના મજબૂત સંકેતો છે. રાજકીય, વહીવટી અને મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખાસ સફળતા મળી શકે છે. મિત્રો અને પરિવારનો સહયોગ મળશે. મહત્વના નિર્ણયો સફળ થઈ શકે છે અને માન-સન્માનમાં વધારો થવાની શક્યતા છે. આજના ઉપાય તરીકે સપ્તશ્લોકી દુર્ગાનો 9 વખત પાઠ કરો. શુભ રંગ લીલો અને આસમાની રહેશે. શુભ અંક 3 અને 9 છે. ભાગ્યનો સાથ લગભગ 70 ટકા મળી શકે છે.
5/7
ધનુ રાશિના જાતકોને વેપારમાં નવા કરાર અથવા નવી તકો મળી શકે છે. જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને પરિવાર તરફથી સારો સહયોગ મળશે. વેપાર ક્ષેત્રે વિસ્તરણના યોગ બની રહ્યા છે. યોગ્ય આયોજનથી નફામાં વધારો થઈ શકે છે. આજના ઉપાય તરીકે દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાયનો પાઠ કરો. શુભ રંગ લીલો અને આસમાની રહેશે. શુભ અંક 2 અને 9 છે. ભાગ્યનો સાથ લગભગ 75 ટકા મળી શકે છે.
6/7
મીન રાશિના જાતકો માટે સૂર્ય અને ગુરુનો શુભ પ્રભાવ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. કારકિર્દીમાં નવી જવાબદારી મળવાની સંભાવના છે. વેપારમાં નવી યોજનાઓ સફળ થઈ શકે છે અને આવકમાં વધારો થઈ શકે છે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. પરિવારનું સંપૂર્ણ સમર્થન મળશે અને પ્રેમ જીવન પણ સુખદ રહેશે. આજના ઉપાય તરીકે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શુભ રંગ લાલ અને પીળો રહેશે. શુભ અંક 2 અને 3 છે. ભાગ્યનો સાથ લગભગ 70 ટકા મળી શકે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ