બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / હોલીવુડનો મહા-ધમાકો: વર્ષ 2026 ના 5 મહિનામાં બોક્સ ઓફિસ પર આવશે બિગ બજેટ ફિલ્મોનું વાવાઝોડું

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / હોલીવુડનો મહા-ધમાકો: વર્ષ 2026 ના 5 મહિનામાં બોક્સ ઓફિસ પર આવશે બિગ બજેટ ફિલ્મોનું વાવાઝોડું

Last Updated: 09:59 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હોલીવુડના ચાહકો માટે વર્ષ 2026 ના છેલ્લા 5 મહિના અત્યંત રોમાંચક સાબિત થવાના છે. ક્રિસ્ટોફર નોલનની 'દ ઓડિસી' ની ભવ્ય રજૂઆત બાદ હવે 'સ્પાઈડર-મેન', 'ડ્યૂન 3' અને 'એવેન્જર્સ: ડૂમ્સડે' જેવી મહાકાય બજેટ ધરાવતી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે.

1/6

photoStories-logo

1. હોલીવુડનો મહા-ધમાકો: વર્ષ 2026 ના 5 મહિનામાં બોક્સ ઓફિસ પર આવશે બિગ બજેટ ફિલ્મોનું વાવાઝોડું

ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'દ ઓડિસી' (The Odyssey) 17 July ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના આ યુગમાં માનવ મગજ શું અદભુત સર્જન કરી શકે છે તે નોલને ફરી એકવાર સાબિત કરી દીધું છે. 250 Million Dollar (આશરે 2,400 કરોડ રૂપિયા) ના આ બિગ બજેટ મૂવીએ પોતાના પ્રથમ વીકેન્ડ પર જ સમગ્ર બજેટ વસૂલ કરી લેવાના અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ અસલી ધમાકો તો હજુ બાકી છે. જો વર્ષ 2026 ના બીજા ભાગ પર નજર કરીએ તો, ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે હોલીવુડના ઇતિહાસનું સૌથી મોંઘું અને ભવ્ય તોફાન આવી રહ્યું છે. માર્વેલ, વોર્નર બ્રધર્સ અને લિજેન્ડરી પિક્ચર્સ જેવા મોટા સ્ટુડિયોઝ આ વખતે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મોનું બજેટ 150 Million Dollar (આશરે 1,444 કરોડ રૂપિયા) થી લઈને 450 Million Dollar (આશરે 4,332 કરોડ રૂપિયા) સુધીનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડે (Spider-Man: Brand New Day)

સ્પાઈડરમેન સિરીઝની આ આગામી ફિલ્મ 31 July ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપશે. જેનું બજેટ 275 Million Dollar (આશરે 2,648 કરોડ રૂપિયા) છે. ડેસ્ટિન ડેનિયલ ક્રેડન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયાની લોકપ્રિય જોડી ફરી એકવાર ધમાલ મચાવશે. જોકે આ વખતે પીટર પાર્કરની દુનિયા એટલી સરળ નહીં હોય અને તેને અતિ મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ધ હંગર ગેમ્સ: સનરાઈઝ ઓન ધ રીપિંગ (The Hunger Games: Sunrise on the Reaping)

ફ્રાન્સિસ લોરેન્સના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 20 November ના રોજ રિલીઝ થવાની છે. જેનું બજેટ 200 Million Dollar (આશરે 2,000 કરોડ રૂપિયા) છે. આ ફિલ્મને એકદમ નવા કલાકારોની સ્ટારકાસ્ટ સાથે પર્દા પર ઉતારવામાં આવી રહી છે, જેને કારણે આ વખતે આ ડેડલી ગેમ પહેલા કરતા પણ વધુ ખતરનાક અને રોમાંચક બનવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એવેન્જર્સ: ડૂમ્સડે (Avengers: Doomsday)

આ યાદીમાં સૌથી મોટું અને મોંઘું નામ 'એવેન્જર્સ: ડૂમ્સડે' નું છે, જે 18 December 2026 ના રોજ રિલીઝ થશે. જેનું બજેટ 450 Million Dollar (આશરે 4,332 કરોડ રૂપિયા) છે. રુસો બ્રધર્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU) નો અત્યાર સુધીનો સૌથી ભવ્ય પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ હેમ્સવર્થ, એન્થોની મેકી, સેબેસ્ટિયન સ્ટેન અને લેટિશિયા રાઈટ સહિત 30 થી વધુ સુપરહીરોઝ એકસાથે જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ડ્યૂન પાર્ટ 3 (Dune: Part Three)

સાયન્સ-ફિક્શન જોનરની આ મહાકાવ્ય સમાન ફિલ્મ પણ 18 December ના રોજ જ રિલીઝ થઈ રહી છે, જેનો એવેન્જર્સ સામે સીધો મુકાબલો થશે. જેનું બજેટ 200 Million Dollar (આશરે 1,926 કરોડ રૂપિયા) છે. ડેનિસ વિલેન્યુવ દ્વારા નિર્દેશિત આ ટ્રિલોજીનો આ અંતિમ અધ્યાય છે. તિમોથી શાલામે, ઝેન્ડાયા, ફ્લોરેન્સ પ્યુ, રોબર્ટ પેટિનસન અને જેસન મોમોઆ જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ વિઝ્યુઅલ અને વાર્તાની દ્રષ્ટિએ સિનેમાને એક અલગ જ લેવલ પર લઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઇતિહાસનો સૌથી મોટો ક્લેશ જોવા મળશે

18 December 2026 ના રોજ બોક્સ ઓફિસ પર ઇતિહાસનો સૌથી મોટો ક્લેશ જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે માર્વેલ ફરી એકવાર કમાણીના તમામ રેકોર્ડ તોડશે કે પછી 'ડ્યૂન 3' ની અદભુત સાયન્સ-ફિક્શન વાર્તા બાજી મારી જશે!

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SpiderManBrandNewDay Hollywood2026 AvengersDoomsday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ