બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'ક્રિકેટનો આ અત્યંત ક્રૂર સમય છે...', રોહિત-વિરાટ સાથે થતા વર્તન પર ભડકી અમીષા પટેલ

photo-story

5 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / 'ક્રિકેટનો આ અત્યંત ક્રૂર સમય છે...', રોહિત-વિરાટ સાથે થતા વર્તન પર ભડકી અમીષા પટેલ

Last Updated: 07:22 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય ક્રિકેટ ટીમમાં ચાલી રહેલી આંતરિક હલચલ અને કેપ્ટન રોહિત શર્માના સંન્યાસની અફવાઓ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ રોહિત-વિરાટના સમર્થનમાં આવી છે. અમીષા પટેલે સોશિયલ મીડિયા પર ક્રિકેટના આ વર્તમાન સમયને 'બેરહમ અને શરમજનક' ગણાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

1/5

photoStories-logo

1. 'ક્રિકેટનો આ અત્યંત ક્રૂર સમય છે...', રોહિત-વિરાટ સાથે થતા વર્તન પર ભડકી અમીષા પટેલ

ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં એક એવી શાંત પરંતુ ગંભીર હલચલ મચી ગઈ છે, જેને કારણે કરોડો ક્રિકેટ ચાહકોના જીવ અધ્ધર થઈ ગયા છે. ક્રિકેટના ગલિયારાથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અત્યારે બે જ મોટા નામોની ચર્ચા થઈ રહી છે - વિરાટ કોહલી અને રોહિત શર્મા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અભિનેત્રી અમીષા પટેલની એક પોસ્ટ વાયરલ

મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ મેનેજમેન્ટ હવે રોહિત શર્માથી આગળનું વિચારી રહ્યું છે અને લંડનના લોર્ડ્સ (Lords) મેદાન પર રમાનારો આગામી મુકાબલો રોહિતના ઇન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હોઈ શકે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલની એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં તેણે આ સમગ્ર સ્થિતિ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લોર્ડ્સ વનડે મેચ રોહિતની છેલ્લી મેચ સાબિત થશે?

ટીમ ઇન્ડિયાના વરિષ્ઠ ખેલાડી રોહિત શર્માના ઇન્ટરનેશનલ કરિયરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. સામે આવેલા મીડિયા અહેવાલો અનુસાર, એવો ચોંકાવનારો દાવો કરાયો છે કે રોહિત શર્મા વર્ષ 2027 માં યોજાનારા વનડે વર્લ્ડ કપ (World Cup) નો હિસ્સો નહીં હોય અને ઇંગ્લેન્ડનો આ પ્રવાસ તેમનો છેલ્લો વનડે પ્રવાસ હશે. ચર્ચા છે કે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રવિવારે રમાનારી વનડે મેચ રોહિતના કરિયરની આખરી મેચ હોઈ શકે છે. જોકે, આ આખી બાબત પર હજુ સુધી ખુદ રોહિત શર્મા, બીસીસીઆઈ (BCCI) કે ટીમ મેનેજમેન્ટ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અમીષા પટેલનો સોશિયલ મીડિયા પર આક્રોશ

આ તમામ અફવાઓ અને ચર્ચાઓની વચ્ચે લોકપ્રિય અભિનેત્રી અમીષા પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વર્તમાન સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. અમીષાએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું, "આ ટ્વીટ બોલિવૂડ વિશે નથી... હું આ ઘણા સમયથી જોઈ રહી હતી, તેથી આજે ટ્વીટ કરવાનું મન થયું. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર સુપરસ્ટાર્સ સાથે ક્રિકેટના આ યુગમાં, અથવા મારે કહેવું જોઈએ કે ક્રિકેટના આ બેરહમ (ક્રૂર) યુગમાં જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, તે જોઈને હું સ્તબ્ધ છું... આ ખરેખર શરમજનક છે."

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે અણબનાવ?

એક તરફ જ્યાં રોહિત શર્માના સંન્યાસના સમાચારો હેડલાઇન્સ બની રહ્યા છે, તો બીજી તરફ રન-મશીન વિરાટ કોહલીને લઈને પણ એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે વિરાટના રિટાયરમેન્ટ અંગે કોઈ વાત સામે નથી આવી, પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાઈ રહેલી વનડે સિરીઝ દરમિયાન ટીમની અંદર બધું બરાબર ન હોવાના સંકેતો મળી રહ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આખા ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે બિલકુલ વાતચીત થઈ રહી નથી. મેદાન પર અને મેદાનની બહાર ચાલી રહેલા આ ડ્રામાને કારણે ક્રિકેટ ફેન્સમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ViratKohli RohitSharma AmishaPatel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ