બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈમાં અમેરિકાના નવા કોન્સ્યુલ જનરલની એન્ટ્રી, કોણ છે યુરી આર. ફેડકીવ? જાણો તેમનો રસપ્રદ ડિપ્લોમેટિક સફર
Last Updated: 03:38 PM, 17 July 2026
મુંબઈમાં નવા અમેરિકી કોન્સ્યુલ જનરલ તરીકે યુરી.આર.ફેડકીવે ચાર્જ સંભાળ્યો છે. મુંબઈમાં આ જવાબદારી સંભાળતા પહેલા, કોન્સ્યુલ જનરલ યુરી.આર.ફેડકીવ સ્વિટ્ઝર્લેન્ડના બર્નમાં પોલિટિકલ-ઇકોનોમિક અફેર્સના કાઉન્સિલર હતા, અને લાંબા સમય સુધી એક્ટિંગ ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે ફરજ બજાવી રહ્યાં હતા, અને સ્વિસ કન્ફેડરેશન સાથે ડિપ્લોમેટિક સંબંધો સંભાળતા હતા.
ADVERTISEMENT
કોન્સ્યુલ જનરલ ફેડકિવનો ડિપ્લોમેટિક અનુભવ વ્યાપક છે. ફેડકીવે યુક્રેન, પોલેન્ડ, ઇરાક, સ્લોવેનિયા અને જાપાન સ્થિત US દૂતાવાસોમાં વિવિધ જવાબદારીઓ સંભાળી છે. આ દેશોમાં ફેડકીવે રાજકીય, આર્થિક, વ્યાપારી, રાજકીય-લશ્કરી સહયોગ, કાયદા અમલીકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીને સ્પર્શતા વિષયોમાં કામ કર્યું છે. કતારમાં વર્ષ 2021માં સ્થપાયેલા અફઘાનિસ્તાન અફેર્સ યુનિટમાં ફેડકીવની ભૂમિકા મહત્વની હતી. આ યુનિટના માધ્યમથી ફેડકીવે માનવ અધિકારો અને નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતાઓ વિશે તાલિબાન સાથે વાટાઘાટો કરી હતી. આ સિવાય ફે઼ડકીવ પાકિસ્તાનના લાહોરમાં US કોન્સ્યુલ જનરલ તરીકે, જાપાનના ફુકુઓકામાં પ્રિન્સિપલ ઓફિસર તરીકે અને ચીનના ચેંગડુમાં કોન્સ્યુલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નવા કોન્સ્યુલ જનરલ ફેડકીવ ભારતમાં મળેલી જવાબદારી નિભાવવા ઉત્સુક છે. ફેડકીવ અમેરિકાના આર્થિક હિતોને આગળ વધારવાની સાથે, ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા ભાગીદારીને મજબૂત કરવા કામ કરશે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગનો વાસ્તવિક લાભ અમેરિકા અને ભારતના નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પ્રાદેશિક નેતૃત્વ અને હિતધારકો સાથે જોડાવા આતુર છે. પ્રકૃતિપ્રેમી એવા ફેડકિવ ભારતનો પ્રવાસ કરવા અને ભારતની સંસ્કૃતિ તેમજ ભાષાઓને જાણવા માટે ઉત્સાહિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.