ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / ₹62,500 કરોડના અપ્રૂવલ સાથે કેન્દ્ર સરકારે આ ઈન્ડસ્ટ્રીને આપ્યું પ્રોત્સાહન, થશે ફાયદો

બિઝનેસ / ₹62,500 કરોડના અપ્રૂવલ સાથે કેન્દ્ર સરકારે આ ઈન્ડસ્ટ્રીને આપ્યું પ્રોત્સાહન, થશે ફાયદો

Published By: Bijal Vyas

Last Updated: 03:28 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકાર દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે હવે 'મોબાઈલ ફોન ઉત્પાદન યોજના' (MPMS) માટે કુલ 62,500 કરોડ રુપિયાના બજેટને મંજૂરી આપી છે.

ADVERTISEMENT

ભારત સરકાર આ નોંધપાત્ર ફાળવણી દ્વારા ફોન મેન્યુફેક્ચરિંગ અને 'મેડ ઇન ઇન્ડિયા' બ્રાન્ડને મોટા પાયે વેગ આપવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત, 1.26 લાખ કરોડ રુપિયાની ફાળવણી સાથે 'સેમિકોન-2' ને મંજૂરી આપવામાં આવી છે. MPMS યોજના હેઠળ, સરકાર પાંચ વર્ષના સમયગાળામાં 62,500 કરોડ રુપિયાનો ખર્ચ કરશે. આ નવી યોજનાનો ઉદ્દેશ્ય મોટા પાયે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટેની 'પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ' યોજનાનું સ્થાન લેવાનો છે, જે 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થઈ હતી.

MPMS પ્રોજેક્ટને મોટા પાયે ઉત્પાદન શક્ય બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. MPMS યોજના હેઠળ, ભારતમાં મોબાઈલ ફોન ઉત્પાદક કંપનીઓને વેચાણ પર 2.25% થી 5% સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. જો કંપનીઓ ભારતમાં મોબાઈલ ફોનના મુખ્ય ઘટકો અને સબ-એસેમ્બલીની ખરીદી કરશે, તો તેમને 1.5 ટકા સુધીનું વધારાનું પ્રોત્સાહન મળશે.ભારતીય બ્રાન્ડ્સને ડિઝાઇન અને સંશોધન તથા વિકાસ (R&D) માટે વેચાણ પર 3 ટકાનું વધારાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

ફોન મેન્યુફેક્ચરિંગને લઇ મોટી તૈયારી

MPMS યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં મોબાઈલ ફોન ઉત્પાદનને વધારીને આશરે 39 લાખ કરોડ રુપિયા સુધી લઈ જવાનો છે. આનાથી નિકાસને પણ વેગ મળશે. સરકારને અપેક્ષા છે કે MPMS યોજનાથી 60,000 પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે, જેનાથી મોટી સંખ્યામાં યુવાનોને લાભ મળશે.

2014-15 બાદ અનેક ઘણો ફાયદો

'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ, 2014-15ના નાણાકીય વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં સાત ગણો અને ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં અગિયાર ગણો વધારો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, મોબાઇલ ફોનનું ઉત્પાદન ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની સૌથી મોટી તાકાત બનીને ઉભરી આવ્યું છે.

ઘણી વિદેશી કંપનીઓ પણ ભારતમાં તેમના સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી છે

આજે ભારતમાં સેંકડો મોબાઈલ ઉત્પાદકો, ઘટકો (components) બનાવતી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ અસ્તિત્વમાં છે. દેશમાં મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રની સમગ્ર વ્યવસ્થાને સમજવા માટે, તેમને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવા પડશે.

કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ

ભારતમાં એવી ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ છે જે મુખ્ય વૈશ્વિક બ્રાન્ડ્સ માટે ફોનનું ઉત્પાદન કે એસેમ્બલિંગ કરે છે. તેમાં ફોક્સકોન , ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડિક્સન ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે. ફોક્સકોન એ તાઈવાનની કંપની છે જે ભારતમાં એપલના ઉપકરણોનું ઉત્પાદન કરે છે. ડિક્સન ટેક્નોલોજીસ એ ભારતની અગ્રણી કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપની છે, જે શાઓમી, મોટોરોલા અને સેમસંગ જેવી બ્રાન્ડ્સ માટે હેન્ડસેટનું ઉત્પાદન કરે છે.

ગ્લોબલ સ્માર્ટફોન બ્રાંડ્સ

ભારતમાં એવી ઘણી વિદેશી મોબાઈલ કંપનીઓ છે જે તેમના ઉત્પાદનોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરે છે. સેમસંગ આવી જ એક કંપની છે, જેના ઉત્પાદન એકમો ઉત્તર પ્રદેશના નોઈડામાં આવેલા છે; ઓપ્પો અને વિવો ની ફેક્ટરીઓ પણ અહીં આવેલી છે. હાલમાં, ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરતી સ્વદેશી કંપનીઓ પણ છે, તેમાં લાવાનું નામ સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

manufacturing scheme explained india mobile phone mpms project

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ