બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ફરી જામશે વરસાદી જમાવટ, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં 23 જુલાઈ સુધી આગાહી

photo-story

4 ફોટો ગેલેરી

અમદાવાદ / ગુજરાતમાં ફરી જામશે વરસાદી જમાવટ, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં 23 જુલાઈ સુધી આગાહી

Last Updated: 03:00 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે.

1/4

photoStories-logo

1. સળંગ સાત દિવસ રમઝટ બોલાવશે વરસાદ

ગઈ કાલે અષાઢી બીજના શુભ દિવસે હવામાન વિભાગની આગાહીને સાચી પાડતા મેઘરાજાએ જગતના નાથ પર અમીછાંટણા વરસાવ્યા હતા. રથયાત્રા દરમિયાન હળવાં ઝાપટાં પડતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. આજે સવારે જારી કરેલા લેટેસ્ટ બુલેટિનમાં સ્થાનિક હવામાન વિભાગે નવી આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ૨૩ જુલાઈ એટલે કે સળંગ સાત દિવસ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સાંજના સમયે હળવાં ઝાપટાં વરસતાં

મોટા ભાગે સાંજના સમયે હળવાં ઝાપટાં વરસતાં રહેશે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું છે. આજે સવારે ૮.૩૦ કલાકે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા જેટલું ઊંચું નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. ચોમાસાના બીજા રાઉન્ડનો વ્યાપ વધ્યો

ગુજરાત પર એક સાથે ચાર સક્રિય સિસ્ટમના કારણે ચોમાસાના બીજા રાઉન્ડનો વ્યાપ વધ્યો છે. હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨ તાલુકામાં મેઘમહેર થઇ છે, જેમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યાં ૨ ઈંચથી વધુ પાણી વરસતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત સુરતના કામરેજ અને કચ્છના રાપર તાલુકામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. આ તાલુકાઓમાં પણ ખાબક્યો વરસાદ

આ ઉપરાંત નવ તાલુકાઓમાં એકથી બે ઈંચ અને બાકીના ૧૦૩ તાલુકાઓમાં એક ઈંચ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં જળસ્તર વધતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Ahmedabad Weather Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ