બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક ઑફ બરોડામાં ભરતી પડી! જાણો યોગ્યતાથી લઇને એપ્લાયની અંતિમ તારીખ
Last Updated: 04:28 PM, 14 July 2026
Bank of Baroda Recruitment 2026: તમે બેંક અધિકારી બનવા માંગો છો? સરકારી બેંકમાં તમારા માટે ભરતી આવી છે. બેંક ઓફ બરોડાએ તેના અગાઉના પ્રોજેક્ટમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે એક નવી ભરતી ઝુંબેશ શરૂ કરી છે. જે ઉમેદવારો અગાઉ અરજી કરી શક્યા ન હતા તેઓ હવે આ નવી ભરતીમાં અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 11 જુલાઈથી શરૂ થઈ છે. ઉમેદવારોએ બેંકની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.bank.in પર જઇ અરજી ફી સાથે તેમની અરજીઓ સબમિટ કરવાની રહેશે.
ADVERTISEMENT
આ ભરતી દ્વારા બેંક ઓફ બરોડા ડેટા એનાલિસ્ટ/ડેટા સાયન્ટિસ્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, એજાઇલ ટ્રાન્સફોર્મેશન એક્સપર્ટ અને બિઝનેસ ફાઇનાન્સ એનાલિસ્ટ માટે આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફિસરની જગ્યાઓ ભરશે.
બેંક ઓફ બરોડા ભરતી 2026 માટે પાત્રતા
ADVERTISEMENT
આ ભરતી માટે અરજી કરતા પહેલા પોસ્ટ મુજબના પાત્રતા માપદંડો જાણવું મહત્વપૂર્ણ છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ બંને ક્વાલિફિકેશન નક્કી કરવામાં આવ્યા છે. વધુ વિગત માટે વેબસાઇટની મુલાકાત લઇ નોટિફિકેશનમાં જોઇ શકો છો.
બેંક ઓફ બરોડા ભરતી 2026: છેલ્લી તારીખ
ADVERTISEMENT
બેંક ઓફ બરોડા
પદ: આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (કોન્ટ્રાક્ટ્યુઅલ)
ADVERTISEMENT
જગ્યાઓ: 05
સત્તાવાર વેબસાઇટ: bankofbaroda.bank.in
ADVERTISEMENT
લાયકાત: સ્નાતક + સંબંધિત ક્ષેત્રમાં 5-8 વર્ષનો અનુભવ
ઉંમર: ઓછામાં ઓછા 27 વર્ષ - મહત્તમ 40 વર્ષ (પોસ્ટ મુજબ)
ADVERTISEMENT
પગાર: લાયકાત મુજબ
અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જુલાઈ 2026
અરજી ફી: જનરલ/EWS/OBC - 850/-
SC/ST/PWD/ESM/DESM અને મહિલાઓ - 175/-
પસંદગી પ્રક્રિયા અને પોસ્ટિંગ
બેંક ચકાસણી, ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ, ગ્રુપ ડિસક્શન, ઇન્ટરવ્યુ અને અન્ય તબક્કાઓ દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરશે. બેંક કોઈપણ તબક્કે પસંદગીના માપદંડ, તબક્કા વગેરેમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે. જે ઉમેદવારો બધા તબક્કાઓ પાસ કરશે તેમની મુંબઈમાં પોસ્ટીગ કરાશે. આ કામચલાઉ છે. ઉમેદવારો બેંકની જરૂરિયાતોને આધારે ટ્રાન્સફર માટે અરજી કરી શકે છે.

બેંક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
બેંક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરવા માટે બેંકની અરજી વિન્ડો ખુલ્લી છે.
સૌપ્રથમ બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.bank.in ની મુલાકાત લો.
તમને આ ભરતીની લિંક "Current Opportunities" ટેબ પર મળશે.
Apply Now પર જઇ પહેલા એક્ટિવ ઇમેલ આઇડી અને સંપર્ક નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરો.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ફોર્મ ભરો. અહીં તમારે તમારી વ્યક્તિગત વિગતો જેમાં તમારું નામ, માતાપિતાના નામ, ઉંમર, જન્મ તારીખ, ઉંમર, શ્રેણી અને રાષ્ટ્રીયતાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ અયોધ્યા / રામ મંદિરનો CEO કેટલો શક્તિશાળી હશે? જાણો કેટલી હશે સત્તા અને શું હશે જવાબદારી
આ પછી તમને શિક્ષણ કૉલમ મળશે. શાળાથી લઈને ગ્રેજ્યુએશન સુધીની તમારી બધી માહિતી ભરો.
ડોક્યુમેન્ટ અપલોડ કૉલમમાં તમારો પાસપોર્ટ-કદનો ફોટોગ્રાફ, સહી, શ્રેણી પ્રમાણપત્ર અથવા અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
બેંક શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યુ અને અન્ય ભરતી તબક્કાઓ સંબંધિત માહિતી તેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT