બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone યુઝર્સ સાવધાન! ચાર્જિંગ વખતે કરાતી આ 4 ભૂલો ફોનને કરી શકે છે ખરાબ, જાણો બચવાના ઉપાયો
Last Updated: 06:42 PM, 15 July 2026
આજના સમયમાં સ્માર્ટફોનની દુનિયામાં આઇફોન (iPhone) લોકોનું સૌથી મનપસંદ ડિવાઇસ બની ગયું છે. કેટલાક લોકો તેને સ્ટેટસ સિમ્બોલ તરીકે ખરીદે છે તો કેટલાક તેની મજબૂત પ્રાઈવસી ફીચર્સના કારણે તેનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત આઇફોન યુઝર્સ ચાર્જિંગ કરતી વખતે એવી 4 મોટી ભૂલો કરે છે જે ફોનને અંદરથી ખરાબ કરી શકે છે. નિષ્ણાતોના મતે, ચાર્જિંગ સંબંધિત સામાન્ય ભૂલોને ટાળીને આઇફોનની આવરદા વધારી શકાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જોકે નવા આઇફોનમાં સ્માર્ટ ચાર્જિંગ (Optimized Battery Charging) ફીચર હોય છે જે બેટરીને ઓવરચાર્જ થવાથી બચાવે છે, તેમ છતાં દરરોજ આખી રાત ફોનને ચાર્જિંગ પર છોડી દેવાની આદત યોગ્ય નથી. લાંબા સમય સુધી સતત ચાર્જિંગ અને તેનાથી ઉત્પન્ન થતી ગરમી બેટરી પર ખરાબ અસર કરે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે આઇફોનની બેટરીને હંમેશા 20% to 80% ની વચ્ચે જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
ADVERTISEMENT
ઘણા યુઝર્સ ફોનને ચાર્જ પર મૂકીને ઓનલાઈન ગેમ્સ રમે છે, 4K વિડિયો એડિટિંગ કરે છે અથવા અન્ય હેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. આમ કરવાથી બેટરી અને પ્રોસેસર પર બમણો લોડ પડે છે. વધુ પડતી ગરમી ઉત્પન્ન થવાને કારણે બેટરીની કાર્યક્ષમતા ધીમે-ધીમે ઘટી જાય છે અને લાંબા ગાળે આઇફોન હેંગ થવા લાગે છે.

ADVERTISEMENT
ઓરિજિનલ ચાર્જર બગડી ગયા પછી ઘણા લોકો સસ્તા અને બિન-પ્રમાણિત ચાર્જર કે લોકલ કેબલનો ઉપયોગ કરવા લાગે છે. આ એક્સેસરીઝ ફોનને યોગ્ય વોલ્ટેજ અને કરંટ આપતી નથી, જે બેટરીની સાથે-સાથે આઇફોનના ચાર્જિંગ પોર્ટને પણ નુકસાન પહોંચાડે છે. તેથી હંમેશા Apple ઓરિજિનલ અથવા MFi (Made for iPhone) સર્ટિફાઇડ ચાર્જર અને કેબલનો જ ઉપયોગ કરવો જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચાર્જિંગ વખતે આઇફોનને ક્યારેય પણ તકિયા, ગાદલા કે ધાબળા નીચે ન રાખવો જોઈએ, કારણ કે આ એક અત્યંત જોખમી આદત છે. તેનાથી ફોનની ગરમી બહાર નીકળી શકતી નથી અને ડિવાઇસ ઓવરહીટ થઈ જાય છે. આઇફોનને હંમેશા સપાટ અને ખુલ્લી જગ્યા પર રાખીને જ ચાર્જ કરવો જોઈએ જેથી ગરમી સરળતાથી બહાર નીકળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT