બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / દેશભરમાં ભક્તિનો મહામેળો, અમદાવાદથી પુરી સુધી જગન્નાથજીની રથયાત્રામાં ઉમટ્યો જનસાગર
7 ફોટો ગેલેરી
Last Updated: 03:59 PM, 16 July 2026
1/7
2/7
દર વર્ષે ઓડિશાના પુરીમાં નીકળતી શોભાયાત્રામાં માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લાખો ભક્તો હાજરી આપે છે. 16 જુલાઈએ તમે કોઈ કારણોસર પુરીની મુલાકાત લઈ શકતા નથી, તો દેશમાં કેટલાક અન્ય જાણીતા મંદિરો છે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. ચાલો તેમના વિશે જાણીએ
3/7
ગુજરાતના અમદાવાદની શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રા દેશભરમાં જાણીતી છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. યાત્રા ખાસ પૂજા અને મંગળા આરતીથી શરૂ થાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળે છે. ભક્તો સમગ્ર રૂટ પર તેમનું સ્વાગત કરે છે.
4/7
ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રા આજે અમદાવાદમાં ખૂબ જ ધાર્મિક ઉત્સાહ, ભક્તિ અને પરંપરા સાથે શરૂ થઈ છે. આ ભવ્ય શોભાયાત્રા જોવા અને દર્શન કરવા માટે મંદિર સંકુલમાં અને માર્ગ પર હજારો ભક્તો વહેલી સવારથી જ એકઠા થયા છે. ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓ અને મંત્રીઓએ પણ મંદિરે પહોચી આરતી ઉતારી દર્શન કર્યા હતા.
5/7
6/7
ધર્મ નગરી વારાણસીમાં જગન્નાથ રથયાત્રાનું એક અનોખું ધાર્મિક મહત્વ છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે, અને દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં આવે છે. સવારે મંગળા આરતીથી શોભાયાત્રા શરૂ થાય છે. આ પછી સમગ્ર શહેરમાં ભક્તિનું વાતાવરણ છવાઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.