ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રથયાત્રાની ખુશી વચ્ચે છવાયો શોકનો માહોલ, 'લક્ષ્મી' નામની હાથણીનું રહસ્યમય મોત

રથયાત્રા / રથયાત્રાની ખુશી વચ્ચે છવાયો શોકનો માહોલ, 'લક્ષ્મી' નામની હાથણીનું રહસ્યમય મોત

Published By: Kalpesh Kandoria

Last Updated: 05:25 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રથયાત્રા દરમિયાન એક કરુણ ઘટના સામે આવી છે. રથયાત્રાની શોભા વધારવા માટે લાવવામાં આવેલી 'લક્ષ્મી' નામની હાથણીનું વહેલી સવારે અગમ્ય કારણોસર મોત થતાં ભક્તોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ADVERTISEMENT

રથયાત્રાના પાવન અવસર પર એક કરુણ ઘટના સામે આવી છે. રથયાત્રામાં ભાગ લેવા માટે લાવવામાં આવેલી 'લક્ષ્મી' નામની હાથણીનું વહેલી સવારે અગમ્ય કારણોસર મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જે ગજરાજના આગમનથી રથયાત્રામાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ સર્જાયો હતો, તે જ ગજરાજના અચાનક નિધનથી આયોજકો અને ભાવિકો સ્તબ્ધ બની ગયા છે.

હાથણીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં તંત્રે તપાસ શરૂ કરી છે અને મોત પાછળનું સાચું કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, 'લક્ષ્મી'ના નિધનથી ભાવિકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો- રથયાત્રામાં ગજરાજ સાથે અગાઉ ક્યારેય આવું નહોતુ થયુ, 18 ગજરાજ સામેલ, જાણો કેમ આવુ થયુ

આયોજકોએ હાથણીની દફનવિધિ સન્માનપૂર્વક કરવાની તૈયારી હાથ ધરી છે. સાથે જ, જ્યાં ગજરાજની દફનવિધિ કરવામાં આવશે ત્યાં તેની યાદમાં ગણેશ મંદિર બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેથી 'લક્ષ્મી'ની સ્મૃતિ ચિરંજીવ રહી શકે.

ઉલ્લેખનીય છે કે દાહોદના લીંબડીમાં આજે 19મી રથયાત્રા યોજાઈ હતી, આ રથયાત્રાની શોભા વધારવા માટે ગજરાજ 'લક્ષ્મી'ને લાવવામાં આવી હતી, જેનું અજાણ્યા કારણસર નિધન થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Elephant Dies in Rath Yatra Lakshmi Elephant Death Lakshmi Elephant

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ