બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જ્યારે મુસ્લિમ ભક્તને દર્શન આપવા ભગવાન જગન્નાથે રોક્યો હતો રથ, આજે પણ જીવંત છે આ પરંપરા

માન્યતા / જ્યારે મુસ્લિમ ભક્તને દર્શન આપવા ભગવાન જગન્નાથે રોક્યો હતો રથ, આજે પણ જીવંત છે આ પરંપરા

Bijal Vyas

Last Updated: 05:16 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના પુરીમાં આજે ભગવાન જગન્નાથની પવિત્ર અને ભવ્ય રથયાત્રા શરૂ થઈ છે. રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા દેવી સાથે નગરયાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા દરમિયાન, દેવતાઓ ગુંડિચા દેવીના મંદિરે જાય છે, જેમને તેમની ફોઈ માનવામાં આવે છે.

Jagannath Rath Yatra 2026: ઓડિશાના પુરીમાં આજે ભગવાન જગન્નાથની પવિત્ર અને ભવ્ય રથયાત્રા શરૂ થઈ છે. રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા દેવી સાથે નગરયાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા દરમિયાન, દેવતાઓ ગુંડિચા દેવીના મંદિરે જાય છે, જેમને તેમની ફોઈ માનવામાં આવે છે. આ મંદિર અને રથયાત્રા સાથે ઘણી કથાઓ જોડાયેલી છે; તેમાંથી મુસ્લિમ ભક્ત સાલબેગની કથા સૌથી વધુ પ્રખ્યાત છે.

ભક્ત સાલાબેગની કથા માત્ર ભક્તિની શક્તિ વિશે જ નથી કહેતી, પરંતુ એ પણ દર્શાવે છે કે, પ્રભુ પ્રત્યેની નિષ્ઠાવાન શ્રદ્ધા એ જ સાચી ઓળખ છે. આજે પણ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથનો રથ ભક્ત સાલાબેગના મઝાર સામે થોડીવાર માટે રોકવામાં આવે છે.

Ahmedabad-Rath-Yatra

કેમ મઝારની આગળ રોકાય છે જગન્નાથજીનો રથ?

લોક માન્યતા મુજબ, એકવાર ભગવાન જગન્નાથની રથયાત્રા શ્રીમંદિરથી ગુંડિચા દેવી મંદિર તરફ જઈ રહી હતી ત્યારે થોડું અંતર કાપ્યા પછી ભગવાનનો રથ અચાનક અટકી ગયો. ભક્તોએ રથને આગળ વધારવા માટે ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. ભગવાનનો રથ શા માટે અટકી ગયો તે કોઈ સમજી શક્યું નહીં, લોકોએ વિવિધ પ્રકારની અટકળો લગાવવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ તેને ભગવાન જગન્નાથની ઈચ્છા માની, તો વળી અન્ય લોકોએ તેને દેવી સંકેત તરીકે જોયો.

કહેવાય છે કે તે સમયે ભીડની વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ પ્રગટ થયા. કોઈ પણ વિવાદમાં પડવાને બદલે, તેમણે લોકોનું ધ્યાન નજીકમાં આવેલા સાલબેગના મઝાર તરફ દોર્યું. ત્યારબાદ, ભક્તોએ માત્ર ભગવાન જગન્નાથના જ નહીં, પરંતુ ભક્ત સાલબેગના પણ જયકારા કર્યા. કહેવાય છે કે જે ક્ષણે ભક્તોએ "જય જગન્નાથ"ની સાથે "જય ભક્ત સાલબેગ"નો નાદ લગાવ્યો, તે જ ક્ષણે અટકી ગયેલો રથ ફરીથી આગળ વધવા લાગ્યો. આ ઘટનાએ તે માન્યતાને વધુ દ્રઢ બનાવી કે ભગવાન પોતાના પ્રિય ભક્તના સન્માન માટે તેમના સમાધિ-સ્થળ પર અવશ્ય રોકાય છે.

rath-yatra-new-logo

ભક્ત સાલબેગ કોણ છે ?

લોક કથાઓ મુજબ, ભક્ત સાલાબેગનું જીવન મુઘલ યુગ સાથે જોડાયેલું હતું, તેમના પિતા મુસ્લિમ અને માતા હિન્દુ હતા. એકવાર યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા ત્યારે તેમની માતાએ તેમને ભગવાન જગન્નાથના શરણે જવાની સલાહ આપી. તેમણે સાલાબેગને ભગવાનની મહિમા વિશે જણાવ્યું, જેનાથી તેમના હૃદયમાં તે દેવતા પ્રત્યે ઊંડી શ્રદ્ધા જાગૃત થઈ.તેઓ પુરી પહોંચ્યા, પરંતુ તે સમયે મંદિરમાં પ્રવેશ મેળવી શક્યા નહીં. પરિણામે, તેઓ મંદિરની બહાર જ રહ્યા અને સતત ભગવાન જગન્નાથનું સ્મરણ તથા તેમના ગુણગાન કરતા રહ્યા. ધીમે ધીમે તેમની ભક્તિ એટલી ગાઢ બની ગઈ કે તેઓ ભગવાન જગન્નાથના મહાન ભક્તોમાં ગણાવા લાગ્યા.

આ પણ વાંચોઃ સૂર્ય ગોચરથી બન્યો અશુભ યોગ, આગામી 30 દિવસ આ રાશિના લોકો માટે વધી શકે છે મુશ્કેલીઓ

કહેવાય છે કે જીવનના અંતિમ તબક્કે સલાબેગની એકમાત્ર ઈચ્છા ભગવાન જગન્નાથના દર્શન કરવાની હતી. ભક્તોમાં પ્રચલિત એક લોકવાયકા મુજબ, ભગવાન જગન્નાથે સલાબેગને વચન આપ્યું હતું કે ભવિષ્યમાં રથયાત્રા આગળ વધતા પહેલા તેમના નિવાસસ્થાન પાસે થોભશે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhakt salabega story Jagannath rath yatra 2026 puri chariot stop mazaar
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ