ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન રાખતા દવાઓની કિટ, નહીંતર ઉલ્ટાનો વધશે મેડિકલ ખર્ચો!

માન્યતા / ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન રાખતા દવાઓની કિટ, નહીંતર ઉલ્ટાનો વધશે મેડિકલ ખર્ચો!

Published By: Jinal Chauhan

Last Updated: 02:47 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ઘરોમાં દવાઓનું બોક્સ ક્યાંય પણ મૂકી દેવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર દવાઓ રાખવાની ખોટી જગ્યા ઘરના સ્વાસ્થ્ય અને ખર્ચ પર અસર કરી શકે છે.

ADVERTISEMENT

ઘરમાં વારંવાર બીમારી રહેતી હોય અથવા સારવાર છતાં સ્વાસ્થ્યમાં સુધારો ન થતો હોય તો તેનું એક કારણ દવાઓ રાખવાની ખોટી જગ્યા પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ માટે યોગ્ય દિશા અને સ્થાન જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે દવાઓ ખોટી જગ્યાએ રાખવાથી નકારાત્મક ઊર્જા વધી શકે છે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. તેથી દવાઓ ક્યાં રાખવી અને ક્યાં ન રાખવી તે જાણવું જરૂરી છે.

રસોડામાં દવાઓ રાખવાની ભૂલ ન કરો

ઘણા લોકો સુવિધા માટે દવાઓનો બોક્સ રસોડામાં અથવા ગેસની નજીક રાખે છે. જેથી જમ્યા પછી દવા લેવાનું યાદ રહે. પરંતુ વાસ્તુ અનુસાર આ યોગ્ય માનવામાં આવતું નથી. વાસ્તુમાં રસોડું અગ્નિ તત્વ સાથે જોડાયેલું સ્થાન ગણાય છે. માન્યતા છે કે અહીં દવાઓ રાખવાથી બીમારી ઓછી થવાને બદલે વધુ સમય સુધી ટકી શકે છે. ઉપરાંત ઘરનું આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ પણ પ્રભાવિત થઈ શકે છે.

medicine-simple

ડાઇનિંગ ટેબલ પર પણ ન રાખવી દવાઓ

ઘણા ઘરોમાં દવાઓનો બોક્સ ડાઇનિંગ ટેબલ પર જ રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર ભોજનની જગ્યાએ દવાઓ રાખવાથી પરિવારના સભ્યોનું ધ્યાન વારંવાર બીમારી તરફ જાય છે. જેના કારણે ઘરમાં સકારાત્મકતા ઓછી થઈ શકે છે.

તકીયા પાસે અથવા પથારીની બાજુમાં દવાઓ ન રાખો

રાત્રે જરૂર પડે તે માટે કેટલાક લોકો દવાઓ તકીયા પાસે અથવા બેડની બાજુમાં રાખે છે. વાસ્તુમાં આ પણ યોગ્ય માનવામાં આવતું નથી. એવી માન્યતા છે કે તેનાથી માનસિક તણાવ વધી શકે છે અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગણી ગણીને રોટલી બનાવતા હોય તો ચેતી જજો! લાગી શકે છે રાહુ દોષ - જાણો વાસ્તુના નિયમ

દવાઓ રાખવાની યોગ્ય જગ્યા કઈ?

વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશા દવાઓ રાખવા માટે શુભ માનવામાં આવે છે. આ દિશા આરોગ્ય અને સકારાત્મક ઊર્જા સાથે જોડાયેલી માનવામાં આવે છે. દવાઓને ખુલ્લામાં રાખવાને બદલે દરાજ, કબાટ અથવા બંધ અલમારીમાં ગોઠવીને રાખવી જોઈએ. તેનાથી ઘર વ્યવસ્થિત રહે છે અને દવાઓ પણ સુરક્ષિત રહે છે.

ધ્યાનમાં રાખવાની ખાસ વાત

વાસ્તુશાસ્ત્રની આ માન્યતાઓ પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. આરોગ્ય સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ અને યોગ્ય સારવારને હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ.

DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Vastu Home Vastu Tips Medicine Vastu

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ