બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રિલીઝ પહેલા જ કેવી રીતે ટેલિગ્રામ પર ફિલ્મ થઇ જાય છે અપલોડ? સમજો

મનોરંજન / રિલીઝ પહેલા જ કેવી રીતે ટેલિગ્રામ પર ફિલ્મ થઇ જાય છે અપલોડ? સમજો

Priykant Shrimali

Last Updated: 03:47 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Telegram Movie Leak : રિલીઝ પહેલાં કે પ્રતિબંધ બાદ પણ ટેલિગ્રામ પર કેવી રીતે પહોંચી જાય છે ફિલ્મો? જાણો પાયરેસીનું આખું નેટવર્ક કેવી રીતે કામ કરે છે ?

Telegram Movie Leak : તાજેતરમાં 'સતલુજ' ફિલ્મ વિવાદોના કારણે OTT પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. જોકે ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યા પછી પણ તેની સંપૂર્ણ HD કૉપી ટેલિગ્રામ પર સરળતાથી ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. માત્ર ફિલ્મનું નામ સર્ચ કરતાં જ અનેક ચેનલ, ગ્રુપ અને બોટ જોવા મળે છે, જ્યાંથી ફિલ્મ ડાઉનલોડ કરી શકાય છે. આ ઘટનાએ ફરી એકવાર ટેલિગ્રામ પર વધતી ડિજિટલ પાયરેસી અંગે ચર્ચા તેજ કરી છે.

ટેલિગ્રામ પોતે ફિલ્મ અપલોડ કરે છે?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું ટેલિગ્રામ પોતે આવી ફિલ્મો અપલોડ કરે છે? તેનો જવાબ છે – ના. ટેલિગ્રામ માત્ર એક મેસેજિંગ પ્લેટફોર્મ છે. પરંતુ તેના કેટલાક ફીચર્સનો ગેરકાયદેસર ઉપયોગ કરીને પાયરેસીનું મોટું નેટવર્ક ઉભું કરવામાં આવે છે.

ફિલ્મની ગેરકાયદે કૉપી ક્યાંથી આવે છે?

કોઈપણ ફિલ્મ રિલીઝ થયા બાદ તેની ગેરકાયદે કૉપી વિવિધ રીતોથી તૈયાર કરવામાં આવે છે. એકવાર આ ફાઇલ ઇન્ટરનેટ પર પહોંચી જાય પછી તે ઝડપથી અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાઈ જાય છે. ત્યારબાદ ટેલિગ્રામના ચેનલ અને બોટ મારફતે લાખો લોકો સુધી તેની પહોંચ બની જાય છે.

ટેલિગ્રામ પર ફિલ્મ કેવી રીતે ફેલાય છે?

જો તમે ટેલિગ્રામ પર નવી ફિલ્મનું નામ શોધો તો અનેક ચેનલો દેખાય છે. ઘણી વખત આ ચેનલો સીધી ફિલ્મ આપતી નથી, પરંતુ યુઝરને એક ખાસ બોટ (Bot) તરફ મોકલે છે. બોટ શરૂ કર્યા પછી યુઝરને પહેલા બે કે ત્રણ ટેલિગ્રામ ચેનલ જોડાવા કહેવામાં આવે છે. ત્યારબાદ બોટ ફિલ્મનો ડાઉનલોડ લિંક અથવા વીડિયો ફાઇલ ઉપલબ્ધ કરાવે છે. ઘણી વખત 480p, 720p અને 1080p જેવી વિવિધ ગુણવત્તામાં પણ ફિલ્મ મળી જાય છે.

ચેનલો વારંવાર કેમ બદલાય છે?

જો કોઈ ચેનલ સામે ફરિયાદ થાય અને તે દૂર કરવામાં આવે, તો તેના સંચાલકો તરત જ નવી ચેનલ બનાવી દે છે. જૂની ચેનલમાં નવી ચેનલની માહિતી મૂકી દેવામાં આવે છે, જેથી મોટા ભાગના યુઝર્સ નવા ગ્રુપમાં પહોંચી જાય છે. આ રીતે એક ચેનલ બંધ થવાથી આખું નેટવર્ક બંધ થતું નથી. બેકઅપ ચેનલ, અનેક ગ્રુપ અને ઓટોમેટેડ બોટના કારણે પાયરેસીની માયાજાળ સતત સક્રિય રહે છે.

પાયરેસી પાછળ કમાણીનો મોટો ખેલ

આવા બોટનો ઉપયોગ માત્ર ફિલ્મ વહેંચવા માટે જ થતો નથી. ઘણા બોટ પહેલા યુઝરને અલગ-અલગ ચેનલ જોડાવે છે, જેના કારણે તે ચેનલોના સબ્સ્ક્રાઇબર્સ વધી જાય છે. કેટલાક કિસ્સામાં યુઝરને જાહેરાતો બતાવવામાં આવે છે અથવા બહારની વેબસાઇટ પર મોકલવામાં આવે છે, જ્યાંથી સંચાલકોને આવક થાય છે. એટલે કે ફિલ્મ પાયરેસી પાછળ સંપૂર્ણ કમાણીનું મોડલ પણ કાર્યરત હોય છે.

સરકારે કેમ દાખવી કડકાઈ?

ભારત સરકારનું માનવું છે કે, ટેલિગ્રામ પર મોટી સંખ્યામાં પાયરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટ ગેરકાયદેસર રીતે શેર કરવામાં આવી રહ્યા છે. આ કારણે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિગ્રામને નોટિસ પાઠવી છે અને આવા ચેનલ, ગ્રુપ તથા બોટ સામે અસરકારક કાર્યવાહી કરવા કહ્યું છે. સાથે જ 15 દિવસમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે. સરકાર અગાઉ પણ હજારો ટેલિગ્રામ ચેનલો સામે કાર્યવાહી કરી ચૂકી છે, જ્યાં કૉપિરાઇટ ધરાવતા વીડિયો અને ફિલ્મો ગેરકાયદેસર રીતે શેર કરવામાં આવતા હતા.

શું ટેલિગ્રામ આવા કન્ટેન્ટ દૂર કરે છે?

ટેલિગ્રામનું કહેવું છે કે, જો કોઈ જાહેર ચેનલ અથવા બોટમાં કૉપિરાઇટનો ભંગ થતો હોય અને યોગ્ય ફરિયાદ મળે, તો તે સંબંધિત કન્ટેન્ટ દૂર કરવાની કાર્યવાહી કરી શકે છે. જોકે ખાનગી ચેટ અને પ્રાઇવેટ ગ્રુપની કાર્યપદ્ધતિ અલગ હોવાથી દરેક પ્રકારની પાયરેસીને સંપૂર્ણ રીતે રોકવી સરળ નથી.

આ પણ વાંચો : ''તે મારો પતિ છે, 50 અફેર કરે તો પણ...'', જ્યારે શિલ્પા શિંદેને સુનીતા આહુજાએ ઝાટકી

યુઝર્સે પણ સાવચેત રહેવું જરૂરી

સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે, આવા ચેનલ અથવા બોટમાંથી ફિલ્મ ડાઉનલોડ કરવી માત્ર કૉપિરાઇટનો ભંગ જ નથી, પરંતુ તે જોખમી પણ બની શકે છે. ઘણી વખત આવા લિંક્સ દ્વારા યુઝરને નકલી વેબસાઇટ પર મોકલવામાં આવે છે, જ્યાં માલવેર, ફિશિંગ અને ઓનલાઈન ઠગાઈનો ખતરો રહે છે. તેથી ફિલ્મો હંમેશા અધિકૃત OTT પ્લેટફોર્મ અથવા સિનેમાઘરમાં જ જોવી વધુ સુરક્ષિત અને કાયદેસર વિકલ્પ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satluj Film OTT Platform Telegram Movie Leak
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ