બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:18 PM, 7 July 2026
લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ રિયાલિટી શો 'લોક અપ 2'માં પ્રવેશ કર્યો છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે તરત જ બધા પર નિશાન સાધ્યું. જોકે, પ્રવેશતા જ બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા વિશે તેણે કરેલી ટિપ્પણીથી સુનિતા આહુજા ગુસ્સે થઈ ગઈ. ખરેખર શું થયું તેના વિશે જાણીએ...
ADVERTISEMENT
શિલ્પા શિંદે પર ભડકી સુનિતા આહુજા
'લક અપ 2' માં પ્રવેશ્યા બાદ, શિલ્પા જાણીજોઈને દરેક સાથે ઝઘડો કરતી હોય તેવું લાગતું હતું. જોકે, જ્યારે તેનો સામનો સુનિતા આહુજા સાથે થયો, ત્યારે તે નરમ પડી ગઈ. પરિસ્થિતિ જોતાં એવું લાગ્યું કે તે ગોવિંદાનું નામ લઈને ઝઘડો કરવા ગઈ હતી, પરંતુ તેને જે જવાબ મળ્યો તેનાથી તે કંઈ કરી શકી નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
શિલ્પાએ સુનીતાને કહ્યું, "લોકોએ તેને ખોટી રીતે સમજી છે, હું ગોવિંદાજીની ચાહક છું. તેથી, હું બસ એટલું જ પૂછીશ કે, તમે આવું કેવી રીતે કરી શક્યા? તમે એ રીતે કેવી રીતે બોલી શકો? તમને ખબર છે કે તમે શું વિચારીને કર્યુ"
સુનીતા આહુજા આપ્યો જોરદાર જવાબ
ADVERTISEMENT
આના જવાબમાં સુનીતા કહે છે, "જરા મારી જગ્યાએ રહીને વિચારો. જ્યારે તમે પોતે આ પરિસ્થિતિમાંથી પસાર થશો ત્યારે જ તમને સમજાશે. આ મારું જીવન છે; હું જે ઈચ્છીશ તે જ કરીશ. તે મારો પતિ છે. ભલેને તેઓ દસ અલગ-અલગ જગ્યાએ ભટકે, તો પણ હું તેમને છોડીશ નહીં. હું મરતી ઘડી સુધી તેમને પ્રેમ કરતી રહીશ." ત્યારબાદ શિલ્પા સહમતીમાં માથું હલાવતી અને પછી ચૂપચાપ ત્યાંથી ચાલી જતી જોવા મળી.

ADVERTISEMENT
'મારો પતિ છે 50 અફેયર કરે'- સુનીતા
તેના ત્યાંથી જતા જ સુનીતા આહુજાએ રામ કપૂર સાથે શિલ્પા વિશે વાત કરી અને સ્પષ્ટ કર્યું કે તે તેને છોડશે નહીં. સુનિતાએ કહ્યું, "તે મારો પતિ છે, તેઓ જે કંઈ કરે તે તેની બાબત છે. કોઈને પણ તે વિશે કંઈ કહેવાનો અધિકાર નથી. હું તેની પત્ની છું. તેને ત્યાં માત્ર ગડબડ ઊભી કરવા માટે મોકલવામાં આવી હતી. જો તે હદ વટાવશે, તો તેને મારે સંભળાવવું પડશે. હું તેને બતાવી દઈશ કે તેની શું હેસિયત છે. મારા પરિવારને આમાં વચ્ચે ન લાવશો. તે મારો પતિ છે,ભલે તેઓ પચાસ સંબંધો બાંધે, તમારા પિતાને તેનાથી શું ફરક પડે છે?"
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડિપ્રેશનથી ઝઝમૂ રહ્યા હતા કૈલાશ ખેર! એક નિર્ણયે બનાવી દીધા સૂફી સંગીતના સુપરસ્ટાર
નોંધનીય છે કે, શિલ્પા શિંદેએ શોમાં પ્રવેશતાની સાથે જ પોતાની રમત રમવાનું શરૂ કરી દીધું હતું. તેમણે આકાંક્ષા ચમોલા વિશે પણ ટિપ્પણીઓ કરી હતી અને શિવાંગી જોશી પર બૂમો પાડતી પણ જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.