ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ જળબંબાકાર, વરસાદે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / મુંબઈ જળબંબાકાર, વરસાદે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર

Last Updated: 11:54 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુંબઈમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં હવામાન વિભાગે મુંબઈ, થાણે અને રાયગઢ માટે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં 8 જુલાઈ સુધી ભારે વરસાદ પાડવાનો છે.

1/6

photoStories-logo

1. મુંબઈમાં રેડ એલર્ટ

મુંબઈ ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે મુંબઈ, થાણે અને રાયગઢ માટે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં 8 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. પાલઘર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 27 વર્ષનો સૌથી વધુ વરસાદ

6 જુલાઈ સુધીમાં મુંબઈમાં આ ચોમાસાની ઋતુમાં આશરે 1240 મિલીમીટર વરસાદ પડ્યો છે. આ 27 વર્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. સામાન્ય રીતે આટલો વરસાદ આ સ્તર સુધી પહોંચવામાં ખુબ સમય લે છે, પરંતુ આ વખતે તે 1.7 ગણો વધુ છે. અગાઉનો રેકોર્ડ 2006નો હોવાનું માનવામાં આવતું હતું પરંતુ 2026 એ તેને વટાવી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 750 મીમીથી વધુ વરસાદ

5 જુલાઈના રોજ એક જ દિવસમાં 225 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં 2 જુલાઈથી 6 જુલાઈ સુધી 5 દિવસમાં 750 મીમીથી વધુ વરસાદ પડ્યો. જે સામાન્ય રીતે 350 મીમી જેટલો જ વરસાદ પડતો હતો. દરેક વરસાદી દિવસે સરેરાશ 73 મીમી વરસાદ પડ્યો હતો. જે સામાન્ય રીતે 35 મીમી જેટલો જ વરસાદ પડતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. IMDનો ગ્રીડેડ ડેટા

IMDનો ગ્રીડેડ ડેટા 25 કિલોમીટરના વિસ્તારનો સરેરાશ આંકડો દર્શાવે છે. આ સાંતાક્રુઝ રેન ગેજના કુલ આંકડાથી મળે છે. પરંતુ સ્થાનિક ભારે વરસાદ (વાદળ ફાટવા) ને ઓછું આંકીને બતાવે છે. મતલબ કે, 2005માં સાંતાક્રુઝમાં 24 કલાકમાં 944 મીમી વરસાદ પડ્યો હતો/ પરંતુ ગ્રીડેડ ડેટા માત્ર 492 મીમી દર્શાવે છે. આથી વાસ્તવિક વરસાદ ગ્રીડેડ રેકોર્ડ કરતા ઘણો વધારે હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વરસાદ ઓછો અને વિનાશ વધુ

વર્ષ 2005 થી મુંબઈમાં મોટો ફેરફાર થયો છે. જેમાં વર્ષ 1975 થી આ શહેરનો બિલ્ટ-અપ વિસ્તાર બમણાથી વધુ થઈ ગયો છે. કોંક્રિટ અને ઇમારતોએ પાણી શોષવાની ક્ષમતા ગુમાવી દીધી છે. જેમાં નાળા અને ડ્રેનેજ સિસ્ટમ નાના શહેર માટે બનાવવામાં આવી છે. આથી ઓછા વરસાદને કારણે પહેલા કરતાં વધુ પાણી ભરાઈ રહ્યા છે અને પૂર આવી રહ્યું છે. સોમવારે મુંબઈ એરપોર્ટ પર 17 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 364 ફ્લાઇટ્સ મોડી પડી હતી. રસ્તાઓ, ટ્રેનો અને રોજિંદા જીવન ઠપ્પ થઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રેકોર્ડબ્રેક વરસાદ

ચોમાસામાં જુલાઈ અને ઓગસ્ટના સૌથી ભારે અઠવાડિયા હજુ આવવાના બાકી છે. મુંબઈને ચિંતા કરાવતો રેકોર્ડબ્રેક વરસાદ હજુ પણ ચાલુ છે. મુંબઈમાં આ ચોમાસાની શરૂઆતમાં રેકોર્ડ વરસાદ પડી રહ્યો છે. IMD નું રેડ એલર્ટ અને વધતી જતી શહેરી વસ્તી, જૂની સિસ્ટમ સાથે, શહેરને વધુ જોખમમાં મૂકી રહી છે. સાવધાની, સારી તૈયારી અને ડ્રેનેજ સિસ્ટમને મજબૂત બનાવવાની તુરંત જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Departmen Red Alert Mumbai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ