બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / બદલાઇ ગયો ન્યુઝીલેન્ડ પોસ્ટ સ્ટડી વર્ક વિઝાનો નિયમ, ભારતીય સ્ટૂડેન્ટ્સ જાણી લો આ જરુરી વાતો
Last Updated: 12:59 PM, 16 June 2026
વિદેશમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યુઝીલેન્ડથી મોટા સમાચાર આવ્યા છે. દેશે તેના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે, જે 16 નવેમ્બર, 2026 થી લાગૂ થશે. નવા નિયમો હેઠળ, કેટલાક વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી રોજગાર શોધવા માટે વધારાનો સમય મળશે, જ્યારે અન્યને વિસ્તૃત વર્ક વિઝા જોગવાઈઓનો લાભ મળશે. પરિણામે, ન્યુઝીલેન્ડમાં શિક્ષણ મેળવવા અથવા કારકિર્દી બનાવવાનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ નવા નિયમોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
સ્ટૂડન્ટ્સને છ મહિના માટે ન્યુઝીલેન્ડમાં રહેવાની મંજૂરી આપતો વિઝા આપવામાં આવશે. આ એક પગલું છે જે તે લોકોને લાભ આપી શકે છે જેઓ છેલ્લા કેટલાક સમયથી અરજી કરી રહ્યા છે અને સફળતા મેળવી શક્યા નથી. આ વ્યવસ્થા હેઠળ, વિદ્યાર્થીઓ કોઈપણ નોકરી માટે કામ કરી શકશે. આનો ઉદ્દેશ્ય તેમને નોકરી શોધવા અને લાંબા ગાળાના વર્ક વિઝા માટે અરજી કરવાની તક પૂરી પાડવાનો છે.

ADVERTISEMENT
કયા સ્ટૂડન્ટ્સને થશે ફાયદો?
ન્યૂઝીલેન્ડમાં ઓછામાં ઓછા 24 અઠવાડિયાના ફૂલ ટાઇમ સાથે લેવલ 5 થી લેવલ 7 સુધીનો પૂર્ણ-સમયનો કોર્સ પૂર્ણ કરનારા સ્ટૂડન્ટ્સ આ વિઝા માટે અરજી કરવા પાત્ર બનશે. અરજદારોએ તેમના બેંક ખાતામાં ઓછામાં ઓછા 5,000 ન્યુઝીલેન્ડ ડોલર હોવાનો પુરાવો આપવો પડશે. આ સાથે વિદ્યાર્થી વિઝા સમાપ્ત થયાના ત્રણ મહિનાની અંદર અરજી સબમિટ કરવી જરુરી છે.
ADVERTISEMENT
આ વાતોનું રાખો ધ્યાન
આ વિઝા હેઠળ વિદ્યાર્થીઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકશે નહીં. આ ઉપરાંત તેમને પરિવારના સભ્યોને સ્પોન્સર કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સૌથી અગત્યનું આ વિઝાના લાભો ફક્ત એક જ વાર મેળવી શકાય છે.
ADVERTISEMENT
ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરનારા માટે મોટો નિર્ણય
નવા નિયમો હેઠળ, લેવલ-7 ગ્રેજ્યુએટ ડિપ્લોમા પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ હવે એક વર્ષનો પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા મેળવી શકે છે. લાયક બનવા માટે વિદ્યાર્થીઓ પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરુરી છે. અરજી પ્રક્રિયા દરમિયાન ફક્ત ડિગ્રી સર્ટિફિકેટ અને શૈક્ષણિક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે.
ADVERTISEMENT

ગ્રીન લિસ્ટથી જોડાયેલા સ્ટૂડન્ટ્સને મળશે લાભ
ADVERTISEMENT
જે વિદ્યાર્થીઓ પાસે બેચલરની ડિગ્રી નથી, તેઓ પણ વિઝા માટે પાત્ર બની શકે છે જો તેમનો ગ્રેજ્યુએટ ડિપ્લોમા ન્યુઝીલેન્ડની 'ગ્રીન લિસ્ટ'માં સમાવિષ્ટ વ્યવસાય સાથે સંબંધિત હોય. આ લિસ્ટમાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સની અછતનો સામનો કરી રહેલા ક્ષેત્રોને સામેલ છે.
આ પણ વાંચોઃ H-1B વિઝા પર કોર્ટના નિર્ણયથી ભારતીયોને શું ફાયદો થશે? મેળવો જાણકારી
કોર્સ પસંદ કરતા પહેલા કરો પૂરી પ્લાનિંગ
નવા નિયમો વિદ્યાર્થીઓને પહેલા કરતાં વધુ પસંદગી અને સુગમતા આપે છે. જો કે, કોઈ કોર્સ પસંદ કરતા પહેલા વિદ્યાર્થીઓએ ચકાસવું જોઈએ કે તે એક વર્ષના વર્ક વિઝા માટે લાયક છે કે 'ગ્રીન લિસ્ટ' સાથે જોડાયેલી તકો માટે એ નોંધવું પણ જરુરી છે કે ટૂંકા ગાળાના ગ્રેજ્યુએટ વિઝા અને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા બંનેના લાભો ફક્ત એક જ વાર મેળવી શકાય છે. તેથી, ભારતીય વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દી અને અભ્યાસનું કાળજીપૂર્વક આયોજન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.