ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બેકાબૂ ટ્રકે પરિવારને કચડ્યો, ચાર બાળકોના કમકમાટીભર્યા મો*ત

દુર્ઘટના / બેકાબૂ ટ્રકે પરિવારને કચડ્યો, ચાર બાળકોના કમકમાટીભર્યા મો*ત

Published By: Priykant Shrimali

Last Updated: 10:49 AM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jaipur Trailer Road Accident : પાસ નજીક એક બેકાબૂ ટ્રકે રસ્તા કિનારે બેઠેલા પરિવારને અડફેટે લેતા ચાર નિર્દોષ બાળકોના મોત થયા

ADVERTISEMENT

Jaipur Trailer Road Accident : રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોડી રાત્રે બનેલી એક ગંભીર માર્ગ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. અજમેર રોડ પર આવેલા 200 ફૂટ બાયપાસ નજીક એક બેકાબૂ ટ્રકે રસ્તા કિનારે બેઠેલા પરિવારને અડફેટે લેતા ચાર નિર્દોષ બાળકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર રસ્તા કિનારે ફુગ્ગા અને અન્ય નાની-મોટી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલો ટ્રોલો અચાનક બેકાબૂ બન્યો અને રસ્તાની સાઇડમાં ઘૂસી ગયો. ટ્રોલો રસ્તા કિનારે આવેલી રેલિંગ તોડતો આગળ વધ્યો અને ત્યાં બેઠેલા પરિવાર પર ફરી વળ્યો.

અકસ્માત એટલો ભયાનક હતો કે, ચાર બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : મુંબઈ જળબંબાકાર, વરસાદે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર

પોલીસે ઘટનાસ્થળનો કબ્જો લઈ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. ટ્રોલાની ઝડપ, ડ્રાઇવરની બેદરકારી અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર બેદરકાર ડ્રાઇવિંગ અને માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaipur Rajasthan Road Accident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ