બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:48 PM, 6 July 2026
ભારતીય શેરબજારમાં સોમવારે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. જેમાં માર્કેટની આ તેજી વચ્ચે BSE સેન્સેક્સ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા હતા. અગ્રણી બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ એક બોલ્ડ આગાહી કરી છે અને તેના એક્સપર્ટે જણાવ્યું છે કે 2027 સુધીમાં સેન્સેક્સ 1,00,000 સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
મોર્ગન સ્ટેનલીએ સોમવારે આગાહી કરી હતી કે, BSE સેન્સેક્સ આવતા વર્ષે 1 લાખ સુધી પહોંચી શકે છે અને એક ટાઈમ લિમિટ ટાંકીને કહ્યું હતું કે, જૂન 2027 સુધીમાં 1,00,000 થવાની શક્યતા દેખાય છે. પણ તમને આવું થવાની 25 ટકા શક્યતાનો અંદાજ લગાવ્યો છે. જ્યારે સેન્સેક્સ આ સમયમર્યાદા સુધીમાં 89,000 સુધી પહોંચવાની 50 ટકા શક્યતા છે ત્યારે તેમણે 50 ટકા શક્યતાની આગાહી કરી છે.
ADVERTISEMENT
મોર્ગન સ્ટેનલીના ઇક્વિટી સ્ટ્રેટેજીસ્ટ રિધમ દેસાઈ અને નયનત પારેખે સેન્સેક્સ અંગે આ આગાહી કરી છે. તેમને આ પાછળના કારણો પણ સમજાવ્યા હતા. જેમાં આ એક્સપર્ટનું માનવું છે કે સેન્સેક્સ માટે આ સકારાત્મક દૃષ્ટિકોણ અનેક મુખ્ય પરિબળો પર આધારિત છે. જેમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે રહેવા, ફુગાવાને ઘટાડતી નીતિઓની અસર અને નાણાકીય વર્ષ 2026-29 દરમિયાન 19% વાર્ષિક ચક્રવૃદ્ધિ કમાણી વૃદ્ધિનો સમાવેશ થાય છે. આ અંગે ફોરેનબ્રોકરેજિસે જણાવ્યું છે કે માર્કેટ વૃદ્ધિ ઝડપી થવાની શક્યતા છે અને વેલ્યુએશનમાં પણ ફેરફાર જોવા મળશે.
ADVERTISEMENT
મોર્ગન સ્ટેનલીના મતે ભારતનો વિકાસ દર હવે તેના નીચા લેવલથી ઝડપથી સુધરી રહ્યો છે. પણ તે એવા અર્થતંત્રોથી પાછળ છે જેમને AI થી ફાયદો થયો છે. આથી જૂન ક્વોર્ટરના કમાણી અહેવાલના પ્રકાશનનો સમય ઉપયોગી સંકેતો મળશે. જ્રેમાં આ કમાણીના ડેટા શેરબજાર પર સીધી અસર કરી શકે છે. જેમાં ફોરેન બ્રોકરેજિસ કહે છે કે ભારત વ્યાપક સુધારાઓમાંથી પસાર થઈ રહ્યું છે.
ADVERTISEMENT
ઉલ્લખનીય છે કે, આ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ બંને શેર માર્કેટના સૂચકાંકો મજબૂત વધારા સાથે બંધ થયા હતા. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 77,940 પર ખુલ્યો અને 78,285 પર બંધ થયુ હતું. જે 521 પોઈન્ટનો મજબૂત ઉછાળો દર્શાવે છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 24,306 પર ખુલ્યો અને અંતે 159 પોઈન્ટના ઉછાળા સાથે 24,430 પર બંધ થયો હતો.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.