બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ, લાલજી પટેલના આંદોલનના નામે રાજકારણ કરનારાઓ પર આકરા પ્રહાર

મહેસાણા / પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ, લાલજી પટેલના આંદોલનના નામે રાજકારણ કરનારાઓ પર આકરા પ્રહાર

Vishal Khamar

Last Updated: 06:56 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. આંદોલનના નામે રોટલા શેકનારા પર SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે પ્રહાર કર્યા હતા.

પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં આંદોલનની યાદો તાજી બની છે. આ અવસરે એસપીજી (SPG)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે આંદોલનના નામે રાજકીય લાભ મેળવનારાઓ પર આકરા પ્રહાર કર્યા.

લાલજી પટેલે જણાવ્યું કે, આંદોલનની શરૂઆતના સમયમાં હાર્દિક પટેલને કોઈ ખાસ ઓળખતું નહોતું, પરંતુ આંદોલન બાદ તેઓ રાજ્યભરમાં જાણીતા નેતા તરીકે ઉભરી આવ્યા. તેમણે દાવો કર્યો કે, તે સમયની પોલીસ ફરિયાદમાં હાર્દિક પટેલનું સરનામું વિસનગર દર્શાવવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન સમાજના 14 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો અને તેમની શહાદતને સમાજ ક્યારેય ભૂલી શકે તેમ નથી. લાલજી પટેલના જણાવ્યા અનુસાર, આંદોલનનો સૌથી મોટો ભોગ સમાજે આપ્યો, જ્યારે કેટલાક લોકોને તેમાંથી રાજકીય અને વ્યક્તિગત લાભ મળ્યો.

તેમણે આક્ષેપ કર્યો કે, આંદોલન બાદ નેતા તરીકે ઉભરી આવેલા કેટલાક લોકો આજે વૈભવી જીવન જીવી રહ્યા છે, જ્યારે શહીદ પરિવારો હજુ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આંદોલનના નામે "રોટલા શેકનારા" લોકો સામે સમાજે સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ વસ્ત્રાલ મારામારીની ઘટનામાં મોટો વળાંક, ગર્લફ્રેન્ડના પૂર્વ પ્રેમીએ કર્યો હતો હુમલો

લાલજી પટેલે અંતમાં શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સમાજને તેમના બલિદાનને યાદ રાખીને એકતા જાળવવાની અપીલ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana News Mehsana Lalji Patel
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ