બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વસ્ત્રાલ મારામારીની ઘટનામાં મોટો વળાંક, ગર્લફ્રેન્ડના પૂર્વ પ્રેમીએ કર્યો હતો હુમલો

અમદાવાદ / વસ્ત્રાલ મારામારીની ઘટનામાં મોટો વળાંક, ગર્લફ્રેન્ડના પૂર્વ પ્રેમીએ કર્યો હતો હુમલો

Kalpesh Kandoria

Last Updated: 05:44 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વાયરલ થયેલી જાહેર મારામારીની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રામોલ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર હુમલો પ્રેમ સંબંધમાં થયેલા વિવાદનું પરિણામ હતો. પૂર્વ પ્રેમીએ અદાવત રાખીને યુવતીના નવા પ્રેમી પર જાહેર રસ્તા પર જીવલેણ હુમલો કરાવ્યો હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો, આ કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. પ્રેમ સંબંધમાં થયેલા વિવાદને પગલે આ હુમલો થયો હોવાનો ખુલાસો થયો હતો. પ્રેમિકાએ સંબંધ તોડી નાખતાં પૂર્વ પ્રેમીએ અદાવત રાખીને નવા પ્રેમી પર હુમલો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. રામોલ પોલીસે હુમલો કરનાર પૂર્વ પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

રામોલ પોલીસે આરોપી કીર્તિ પરમારની મારામારી કેસમાં ધરપકડ કરી લીધી છે. વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર રસ્તા પર કેટલાક શખ્સોએ એક યુવક પર દંડા અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વીડિયો વાયરલ થતાં જ રામોલ પોલીસે તપાસ શરૂ કરી અને હુમલાખોરોની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે સમગ્ર ઘટનાની પાછળ પ્રેમ સંબંધનો વિવાદ જવાબદાર હતો. ભોગ બનનાર યુવકની પ્રેમિકાએ આરોપી કીર્તિ પરમાર સાથેના સંબંધો તોડી દીધા હતા. જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. રામોલ પોલિસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી કીર્તિ પરમાર અને જાગૃતી નામની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરંતુ બંન્ને વચ્ચે મનમેળ નહિ થતા યુવતીએ સંબંધ તોડી દીધા હતા. ત્યારબાદ યુવતી ફરિયાદીના સંપર્કમાં આવી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. જેની જાણ આરોપી કીર્તિ પરમારને થઈ હતી.

આરોપીએ ફરિયાદી યુવકને યુવતી સાથેનો સંબંધ તોડી નાખવા માટે અનેક વખત ધમકીઓ આપી હતી. પરંતુ ફરિયાદીએ યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો હતો. અને પોતાના સાગરિતો સાથે જાહેર રસ્તા પર ફરિયાદીને રોકી લોખંડની પાઈપ અને દંડા વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરીને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પ્રેમ સંબંધમાં શરૂ થયેલી અદાવત જાહેર રસ્તા પર હિંસક હુમલા સુધી પહોંચી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો આરોપીઓની પોલ ખોલી દીધી છે.. હાલમાં રામોલ પોલીસે મુખ્ય આરોપી કીર્તિ પરમારની ધરપકડ કરી છે, જ્યારે હુમલામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad viral video Vastral fight Vastral assault case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ