બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ટ્રેનો રદ-ફ્લાઇટ્સ પ્રભાવિત, ઓફિસોમાં છુટ્ટી, રેડ એલર્ટ વચ્ચે મુંબઈ પાણી-પાણી

મુંબઈ / ટ્રેનો રદ-ફ્લાઇટ્સ પ્રભાવિત, ઓફિસોમાં છુટ્ટી, રેડ એલર્ટ વચ્ચે મુંબઈ પાણી-પાણી

Jinal Chauhan

Last Updated: 02:46 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. જળબંબાકાર સ્થિતિ વચ્ચે ટ્રેન, ફ્લાઇટ અને માર્ગ વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રશાસને ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ અમલમાં મૂકવાની સલાહ આપી છે જ્યારે સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવામાં આવી છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

મુંબઈ, વસઈ-વિરાર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અને દૈનિક જીવન પર ગંભીર અસર પડી છે. લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

ઓફિસો માટે વર્ક ફ્રોમ હોમની સલાહ

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને ખાનગી કંપનીઓને કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે. સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓને અડધા દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફ્લાઇટ્સ પર પણ અસર

ખરાબ હવામાનના કારણે હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.એરલાઇન કંપનીઓએ મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટની સ્થિતિ ચકાસવાની સલાહ આપી છે, કારણ કે કેટલીક ફ્લાઇટ્સમાં વિલંબ અથવા ફેરફાર થઈ શકે છે.

રેલવે સેવા ખોરવાઈ

ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક સેવાઓ ધીમી કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. સફાલે સહિતના વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા લોકલ ટ્રેન સેવાઓને અસર પહોંચી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગુજરાત માટે આગામી 72 કલાક અતિભારે! જુલાઈમાં સિસ્ટમ રાજ્યભરમાં તાંડવ મચાવશે

અનેક વિસ્તારો બન્યા જળમગ્ન

વસઈ-વિરાર, મધુબન અને અન્ય અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.રાયગઢ જિલ્લામાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેતી હોવાથી પૂરનો ખતરો વધ્યો છે. મુંબઈ-ગોવા હાઇવેના કેટલાક ભાગોમાં પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

24 કલાકમાં 625 મિમી વરસાદ

લોનાવાલામાં છેલ્લા 24 કલાક દરમિયાન 625 મિમી વરસાદ નોંધાયો છે, જે આ ચોમાસાની સૌથી વધુ દૈનિક વરસાદી નોંધ ગણાઈ રહી છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે, જેના કારણે કેટલાક મહત્વપૂર્ણ માર્ગો તાત્કાલિક બંધ કરાયા છે.

પ્રશાસનની અપીલ

રાજ્ય સરકારે લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને આપત્તિની સ્થિતિમાં સ્થાનિક તંત્રના માર્ગદર્શનનું અનુસરણ કરવા અપીલ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Weather Red Alert Mumbai Rain
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ