બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ધર્મેન્દ્રના મૃત્યુના 8 મહિના પછી હેમા માલિનીએ ખોલ્યું પરિવારનું એવું સિક્રેટ, કહ્યું કે...
6 ફોટો ગેલેરી
Last Updated: 05:19 PM, 7 July 2026
1/6
બોલિવૂડના એવરગ્રીન કપલ ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે ફેન્સ હંમેશા આતુર રહેતા હોય છે. તાજેતરમાં જ આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં હેમા માલિનીએ તેમના પરિવારની અહેમિયત, ધર્મેન્દ્ર જી તરફથી મળેલી શીખ અને સની દેઓલ તેમજ બોબી દેઓલ સાથેના તેમના સંબંધો વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી છે.
2/6
ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે હેમા માલિનીને ધર્મેન્દ્ર જી દ્વારા મળેલા એક ખાસ મેસેજ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે ધર્મેન્દ્ર હંમેશા જીવનમાં કામ કરતાં પરિવારને વધુ મહત્વ આપવાનો આગ્રહ રાખતા હતા. હેમા માલિનીના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્ર જીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ગમે તેટલું કામ કેમ ન હોય, પરંતુ પરિવારને હંમેશા પ્રાયોરિટી (પહેલા) રાખવાનો છે અને ગમે તે પરિસ્થિતિ આવે, પરિવાર સાથે મળીને જ રહેવાનું છે." આ જ વિચાર આજે પણ તેમના જીવનનો સૌથી મોટો આધાર છે.
3/6
દેઓલ પરિવારના આંતરિક સંબંધોને લઈને મીડિયામાં અવારનવાર અનેક અટકળો ચાલતી હોય છે. આ અંગે ખુલાસો કરતા હેમા માલિનીએ જણાવ્યું કે, સની દેઓલ અને બોબી દેઓલ બંને વ્યક્તિગત રીતે ખૂબ જ સારા માણસો છે. પરિવારના તમામ સભ્યો વચ્ચે અત્યંત ગાઢ પ્રેમ અને ભાવનાત્મક જોડાણ છે.
4/6
તેમણે ઉમેર્યું કે, "અમારો સંબંધ કોઈ દુનિયાદારીના દેખાડા પર નહીં, પરંતુ પરસ્પર સન્માન અને આદર પર ટકેલો છે. અમે કેમેરા સામે કે સોશિયલ મીડિયા પર અમારા સંબંધોનું પ્રદર્શન કરવામાં માનતા નથી. દરેક સંબંધને દુનિયા સામે સાબિત કરવાની જરૂર હોતી નથી."
5/6
હેમા માલિનીએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ધર્મેન્દ્ર ક્યારેય એવું નહોતા ઈચ્છતા કે તેમના પરિવારની વાતો મીડિયામાં ચર્ચાનો વિષય બને. તેઓ માનતા હતા કે ઘરની વાતો ઘરની અંદર જ રહેવી જોઈએ. આ જ કારણે દેઓલ પરિવારે વર્ષો સુધી પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખી છે.
6/6
વાતચીત દરમિયાન હેમા માલિનીએ પોતાના ફિલ્મી કરિયરના જૂના દિવસો પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આજના સમયના સ્ટાર્સની સરખામણીમાં તે જમાનામાં કલાકારોને ખૂબ જ ઓછી ફી મળતી હતી. જો કે, લોકપ્રિયતા વધ્યા પછી તેમની ફી ચોક્કસ વધી હતી, પરંતુ તે રકમ આજના કલાકારોની કરોડોની કમાણી સામે ખૂબ નાની હતી. તેમ છતાં, તેમણે ક્યારેય પૈસા માટે કામ નથી કર્યું, તેમના માટે દર્શકોનો પ્રેમ અને સારી ફિલ્મો જ સર્વોપરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ