બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમનદીપ સિંહના 'લાઇફ કા તમાશા' શોને મળ્યો હાઉસફુલ પ્રતિસાદ, વાર્તાઓ અને સપનાઓની અનોખી સફરે દર્શકો ભાવવિભોર
Last Updated: 05:42 PM, 7 July 2026
અમદાવાદ: શહેરમાં 4 જુલાઈના રોજ યોજાયેલા જાણીતા સ્ટોરીટેલર અને કવિ અમનદીપ સિંહ (અમનદીપ ખયાલ)ના લોકપ્રિય સ્ટોરીટેલિંગ શો 'લાઇફ કા તમાશા'ને પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. વિકાસ જોશી (Cut It Productions) અને કોશા શાહ (Know and Tell with Kosmos) દ્વારા આયોજિત આ કાર્યક્રમ હાઉસફુલ રહ્યો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સાહિત્યપ્રેમીઓ તથા યુવાનો માટે યાદગાર સાંજ બની હતી.
ADVERTISEMENT
આશરે 90 મિનિટ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં અમનદીપ સિંહે માત્ર વાર્તાઓ જ કહી નહોતી, પરંતુ પ્રેક્ષકોને લાગણીઓ, સંઘર્ષ, સપનાઓ અને આત્મવિશ્વાસની અનોખી સફરે લઈ ગયા હતા. તેમણે એક એવા યુવાનની પ્રેરણાદાયી કથા રજૂ કરી, જે જીવનમાં અનેક પડકારોનો સામનો કરવા છતાં સ્ટોરીટેલર બનવાનું પોતાનું સપનું છોડતો નથી. વાસ્તવિક જીવનના અનુભવો અને વ્યક્તિગત પ્રસંગો પર આધારિત આ રજૂઆતે ઉપસ્થિત લોકોને ભાવુક બનાવ્યા હતા.
કાર્યક્રમનું સૌથી આકર્ષક કેન્દ્રબિંદુ 'ખ્વાબો કા પિટારા' નામની વિશેષ ઇન્ટરેક્ટિવ પહેલ રહી હતી. શો શરૂ થાય તે પહેલાં પ્રેક્ષકોને પોસ્ટકાર્ડ પર પોતાના સપનાઓ લખીને ખાસ તૈયાર કરાયેલા ટ્રંકમાં મૂકવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે અમનદીપ સિંહે તેમાંમાંથી કેટલાક પોસ્ટકાર્ડ પસંદ કરી સ્ટેજ પરથી તે સપનાઓ વાંચ્યા અને સંબંધિત લોકોને પોતાના સપનાઓ પ્રત્યે વિશ્વાસ જાળવી રાખી સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરિત કર્યા હતા.
ADVERTISEMENT
આ પહેલને કારણે કલાકાર અને પ્રેક્ષકો વચ્ચે લાગણીસભર જોડાણ સર્જાયું હતું, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ વખાણ્યું હતું.
કાર્યક્રમના અંતે પ્રેક્ષકોએ ઉભા રહી તાળીઓના ગડગડાટ સાથે કલાકારનું સ્વાગત કર્યું હતું. આયોજકો વિકાસ જોશી અને કોશા શાહે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ અમદાવાદમાં આવી જ અર્થપૂર્ણ સ્ટોરીટેલિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.