બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતને ઘમરોળશે વરસાદ, 3 સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની આગાહી- આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે

photo-story

5 ફોટો ગેલેરી

ગાંધીનગર / ગુજરાતને ઘમરોળશે વરસાદ, 3 સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની આગાહી- આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે

Last Updated: 06:46 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આવનારા સાત દિવસ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. સુરત, તાપી, વલસાડ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર એકસાથે ત્રણ અલગ-અલગ હવામાન પ્રણાલીઓ (સિસ્ટમ) સક્રિય થતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નર્મદા, ભરૂચ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા

વિભાગના જણાવ્યા મુજબ બીજા દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભારે પવન સાથે વરસાદ પડી શકે

આગામી બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારો, ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ત્યારબાદ વરસાદની તીવ્રતામાં તબક્કાવાર ઘટાડો થવાની સંભાવના છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને જિલ્લા પ્રશાસનો એલર્ટ મોડ પર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Scientist Ramashray Yadav Meteorological Department Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ