બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:52 PM, 7 July 2026
7 જુલાઈ 1981ના રોજ રાંચીમાં જન્મેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. વિકેટકીપર, ફિનિશર અને કેપ્ટન તરીકે તેમણે વિશ્વ ક્રિકેટમાં અલગ ઓળખ બનાવી છે. તેમની આગેવાનીમાં ભારતે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી હતી. તેમના જન્મદિવસે જાણીએ ધોનીના પાંચ સૌથી મોટા રેકોર્ડ વિશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એમએસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનારા ખેલાડીઓમાં સામેલ છે. તેમણે કુલ 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમની કેપ્ટનશિપ હેઠળ ભારતે 178 મેચોમાં જીત મેળવી હતી. જેમાં 200 વનડે, 75 ટી20 અને 60 ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
ધોનીને વિશ્વના શ્રેષ્ઠ વિકેટકીપરોમાં ગણવામાં આવે છે. તેમના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 195 સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે. 538 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે પોતાની ઝડપી વિકેટકીપિંગથી અનેક બેટરોને પેવેલિયન મોકલ્યા હતા.
ADVERTISEMENT
ધોનીએ વેસ્ટ ઇન્ડિઝના કીમો પોલને માત્ર 0.08 સેકન્ડમાં સ્ટમ્પ આઉટ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આજે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સ્ટમ્પિંગનો આ રેકોર્ડ તેમના નામે જ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ MS Dhoni 45th Birthday: MS ધોની ફોન કેમ નથી ઉપાડતો, આજે માહીના જન્મદિવસે જાણો 7 આશ્ચર્યજનક તથ્યો
ADVERTISEMENT
એમએસ ધોનીના નામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ વખત નોટઆઉટ રહેવાનો પણ રેકોર્ડ છે. તેઓ 84 વખત નોટઆઉટ રહીને પેવેલિયન પરત ફર્યા હતા, જે તેમની મેચ ફિનિશ કરવાની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.
ધોની વિશ્વ ક્રિકેટના એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે ત્રણ અલગ-અલગ ICC ટ્રોફી જીતી છે. તેમની કેપ્ટનશિપ હેઠળ ભારતે 2007નો ટી20 વર્લ્ડ કપ, 2011નો વનડે વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સિદ્ધિ આજે પણ કોઈ અન્ય કેપ્ટન હાંસલ કરી શક્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.