બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બદ્રીનાથ મંદિરમાં દાનચોરીનો મોટો ખુલાસો! CCTVમાં કેદ થયા કથિત કૃત્યો, કર્મચારી સસ્પેન્ડ

નેશનલ / બદ્રીનાથ મંદિરમાં દાનચોરીનો મોટો ખુલાસો! CCTVમાં કેદ થયા કથિત કૃત્યો, કર્મચારી સસ્પેન્ડ

Pravin Joshi

Last Updated: 11:42 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરમાં દાન-ચઢાવાની ચોરીના મામલે મોટું એક્શન લેવાયું છે. સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના અધ્યક્ષના અંગત સચિવ પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કરીને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે.

ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાન અને ચઢાવાની ચોરીના મામલામાં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. સમિતિએ આ કેસમાં મુખ્ય આરોપી અને સમિતિના અધ્યક્ષના અંગત સચિવ પ્રમોદ નૌટિયાલને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ આરોપીને 'કારણ દર્શાવો નોટિસ' પણ જાહેર કરવામાં આવી છે.

CCTV કેમેરામાં કેદ થઈ ચોરીની ઘટના

મંદિર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર નોટિસ અનુસાર, 2 July 2026 ના રોજ મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, થાળી ભેટ ગણતરીના સ્થળે (જ્યાં દાનની ગણતરી થાય છે) સામાન્ય ગણતરી સિવાય પ્રમોદ નૌટિયાલે કેટલીક વસ્તુઓ છૂપી રીતે પોતાના મોબાઈલ ફોન સાથે પોતાની પાસે રાખી લીધી હતી. આ આખી કરતૂત કેમેરામાં ઓન-કેમેરા કેદ થઈ ગઈ હતી. આ મજબૂત પુરાવાના આધારે મંદિર સમિતિએ આરોપી પાસે 48 કલાકની અંદર લેખિતમાં ખુલાસો માંગ્યો છે કે તેણે પોતાની પાસે શું રાખ્યું હતું.

Badrinath Dham

કાનૂની કાર્યવાહીનું અલ્ટીમેટમ

સમિતિના જણાવ્યા મુજબ, આરોપીની આ હરકત સામાન્ય થાળી ભેટ ગણતરીની પ્રક્રિયા અને નિયમોની તદ્દન વિરુદ્ધ છે. સમિતિએ પ્રમોદ નૌટિયાલને કડક ચેતવણી આપી છે કે જો તેઓ 48 કલાકમાં સંતોષકારક લેખિત સફાઈ નહીં આપે તો તેમની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી (Legal Action) કરવામાં આવશે.

CM પુષ્કર સિંહ ધામી એક્શન મોડમાં: હાઈ-લેવલ કમિટીની રચના

બદ્રીનાથ ધામમાં દાન-ચઢાવાની ચોરીની ઘટના સામે આવ્યા બાદ ઉત્તરાખંડની રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર આ સમગ્ર મામલાની ઊંડી તપાસ માટે 3 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. ગઢવાલ મંડળના કમિશનર આ સમિતિના અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત સમિતિમાં NHM ના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ તિવારી અને તબીબી અને આરોગ્ય વિભાગના કચેરી મહાનિદેશકના નિયામક જગત સિંહ ચૌહાણને સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

Badrinath Dham Video

પ્રવાસન સચિવ ધીરાજ સિંહ ગર્બ્યાલ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, આ સમિતિ મંદિરમાં મળતા દાન-ચઢાવામાં થયેલી ગેરરીતિઓની વિગતવાર તપાસ કરશે અને 15 દિવસની અંદર પોતાનો તપાસ અહેવાલ સરકારને સોંપશે. તપાસ દરમિયાન જરૂર પડ્યે સમિતિ કોઈપણ અધિકારી, નિષ્ણાત કે સંબંધિત વ્યક્તિની મદદ અથવા સલાહ લઈ શકશે. આ સાથે સમિતિ દાનના સંચાલનને વધુ પારદર્શક, જવાબદાર અને અસરકારક બનાવવા માટે જરૂરી સુધારાઓ પણ સૂચવશે.

આ પણ વાંચોઃ બિઝનેસ / શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થઇ જશે? સાઉદી અરબથી આવ્યા ગુડ ન્યૂઝ

હિન્દુ સંગઠનોના આક્ષેપો બાદ શરૂ થઈ તપાસ

અત્રે ઉલ્લેખનીય છે કે, 3 જૂલાઈના રોજ એક અગ્રણી હિન્દુ સંગઠન દ્વારા બદ્રીનાથ મંદિરમાં ચઢાવાની ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ આક્ષેપો બાદ BKTC ના અધ્યક્ષે પહેલા જ 4 સભ્યોની એક આંતરિક સમિતિ બનાવી હતી, જે પ્રાથમિક તપાસ માટે બદ્રીનાથ મંદિર પહોંચી ચૂકી છે. આ સમિતિ કેસની પ્રાથમિક તપાસ કરી રહી છે, જેના આધારે શાસન સ્તરની નવી સમિતિ આગળની ઊંડી અને વિગતવાર તપાસને આગળ ધપાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DonationTheftCase UttarakhandGovernment BadrinathTemple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ