બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 8100mAh બેટરી અને શાનદાર ડિસ્પ્લે, લોન્ચ થયો Vivo નો નવો ફોન

ટેક / 8100mAh બેટરી અને શાનદાર ડિસ્પ્લે, લોન્ચ થયો Vivo નો નવો ફોન

Nirav Kumar

Last Updated: 11:00 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vivo નો Y500 ફોન ચાઈના બાદ ગ્લોબલ લેવલે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ભારતમાં હજુ લોન્ચ નથી થયો પણ ચાલો તેના સ્પેસીફીકેશન વિષે જાણીએ.

Vivo એ Vivo Y500 ને ગ્લોબલ લેવલે લોન્ચ કર્યો છે. જેમાં આ કંપનીએ અગાઉ Y500, Y500i, Y500s અને Y500 Pro જેવા Y500-સીરીઝના મોડેલો ચીનમાં લોન્ચ કર્યા હતા પરંતુ આ લાઇનઅપમાં ડોમેસ્ટિક માર્કેટની બહાર લોન્ચ થયેલું આ પહેલું ડિવાઈઝ છે. તેની સૌથી મોટી ખાસિયત તેની 8100mAh બેટરી છે જે ચીનની બહાર લોન્ચ થયેલા કોઈપણ Vivo સ્માર્ટફોનમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી છે. આ સિવાય ફોનમાં AMOLED ડિસ્પ્લે, 50-મેગાપિક્સલનો ડ્યુઅલ-કેમેરા સેટઅપ અને OriginOS 6 પણ આવે છે. ચાલો આ ફોન વિષે જાણીએ.

  • Vivo Y500 ના ફીચર્સ

નવા આવેલા આ Vivo Y500 માં 6.83-ઇંચ AMOLED ડિસ્પ્લે આવે છે જે 2800x1260 પિક્સેલ રિઝોલ્યુશન અને 449ppi ની પિક્સેલ ડેન્સીટી સાથે 1.5K વ્યુઇંગ એક્સ્પીરીયન્સ આપે છે. જેમાં પેનલની લોકલ ટોચની બ્રાઇટનેસ 5,000 નિટ્સ સુધી પહોંચે છે, તેનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 94.47 ટકા છે અને તે SGS લો બ્લુ લાઇટ અને SGS ફાઇવ-સ્ટાર સનલાઇટ રીડેબલ ડિસ્પ્લે સર્ટીફીકેટ સાથે આવે છે.

આ ફોન યુનિસોક T7300 પ્રોસેસર દ્વારા ચાલે છે, જે 8GB RAM અને 128GB કે 256GB સ્ટોરેજ સાથે કનેક્ટ છે. યુનિસોક T7300 ચિપસેટને લીધે ફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરતો નથી અને 4G નેટવર્ક સુધી લીમીટેડ છે.

  • પાવરફુલ કેમેરા અને બેટરી

આ ફોનમાં 50-મેગાપિક્સલનો સોની IMX852 મુખ્ય કેમેરા અને 2-મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આવે છે. જ્યારે આગળના ભાગમાં 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આવે છે. ફોનની બીજી મુખ્ય વિશેષતાઓમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, બ્લૂટૂથ 5.4, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, GPS, USB 2.0 પોર્ટ, 3.5mm હેડફોન જેક, ડ્યુઅલ નેનો-સિમ સપોર્ટ, IP68 અને IP69 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ અને MIL-STD-810H મિલિટરી-ગ્રેડ શોક-રેઝિસ્ટન્ટ બોડીનો સમાવેશ થાય છે.

આ ફોન 8,100mAh બેટરી દ્વારા ચાલે છે જે 44W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે. લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન વધુ સારા થર્મલ મેનેજમેન્ટ માટે તેમાં 3,000mm² વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. તે Android 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે અને ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સ્કેનર આવે છે.

વધુ વાંચો : 14000 સસ્તો થયો Google Pixel નો આ ફોન, મળી રહ્યો છે આટલી કિંમતે

  • Vivo Y500 ની કિંમત કેટલી?

Vivo Y500 પર્લ વ્હાઇટ અને મિડનાઇટ બ્લુ કલર ઓપ્શનમાં મળે છે. જેમાં આ કંપનીએ હાલમાં તેને પાકિસ્તાનમાં લોન્ચ કર્યું છે જ્યાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત 99,999 PKR (આશરે 34,000 રૂપિયા) છે જ્યારે 8GB+256GB મોડેલની કિંમત PKR 109,999 (આશરે 38,000 રૂપિયા) છે. આ સ્માર્ટફોન આગામી દિવસોમાં સાઉદી અરેબિયા અને કઝાકિસ્તાન સહિત બીજા દેશોમા લોન્ચ થવાની શક્યતા છે. ભારતમાં તે લોન્ચ થશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vivo Y500 New Phone Globally Launched
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ