બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હાઈટેક મોનસૂન મેનેજમેન્ટ: હવે વોર્ડ લેવલ પર થશે વરસાદની સચોટ આગાહી
Last Updated: 08:07 PM, 5 July 2026
ચોમાસાની સિઝનમાં શહેરમાં ક્યારે અને કેટલો વરસાદ પડશે તેનો ચોક્કસ અંદાજ મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત આધુનિક 'રેઇન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે. વેબ આધારિત ઈન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (IDSS)ના માધ્યમથી હવે અમદાવાદમાં કયા વોર્ડમાં કેટલો વરસાદ પડશે તેની માઇક્રો-લેવલ આગાહી શક્ય બની છે. મહારાષ્ટ્રના પુણેની પ્રતિષ્ઠિત 'C-DAC' કંપનીના અનુમાન અનુસાર, આજે રાત્રે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.
ADVERTISEMENT
અમદાવાદમાં વરસાદે વધારેલી મુશ્કેલી અંગે AMCના સિટી ઈજનેર ઋષિ પંડ્યાની પ્રતિક્રિયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2026
અમદાવાદમાં વરસાદે વધારેલી મુશ્કેલી અંગે એએમસીના સિટી ઈજનેર ઋષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાત્રીના સમયે 3 અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા. 1 ફૂટથી વધુ પાણી ભરાતા અંડરપાસ બંધ કરાયા હતા. સવાર સુધીમાં… pic.twitter.com/o9C2hXrCek
C-DAC અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત સંકલન દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, આજે રાત્રે શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ ખાબકી શકે છે. જેમાં મુખ્યત્વે થલતેજ, જોધપુર, બોડકદેવ અને એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
રાત્રી દરમિયાન જે વિસ્તારોમાં વરસાદની પ્રબળ શક્યતા છે તેની યાદી નીચે મુજબ છે:
ADVERTISEMENT

ADVERTISEMENT
AMC દ્વારા અપનાવવામાં આવેલી આ સિસ્ટમમાં C-DAC પુણેના હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) એટલે કે સુપર કોમ્પ્યુટર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા રીઅલ-ટાઇમ ડેટાનો ઉપયોગ થાય છે.
ટેકનિકલ ક્ષમતા: આ સિસ્ટમ હેઠળ 1.5 કિલોમીટરના હાઇ-રિઝોલ્યુશન (WRF મોડલ) પર આધારિત 'ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ' આગાહી તૈયાર કરાય છે.
ADVERTISEMENT
કલર-કોડેડ એલર્ટ: શહેરના દરેક વોર્ડ માટે અલગ-અલગ રંગો (Colors)ના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેથી કયા વિસ્તારમાં રેડ કે ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ છે તે તુરંત જાણી શકાય છે.
મલ્ટી-ટાસ્કિંગ: આ મોડેલિંગ માત્ર વરસાદ જ નહીં, પરંતુ શહેરના એકંદર હવામાન અને હવાની ગુણવત્તા (Air Quality) અંગે પણ અગાઉથી ચોક્કસ માહિતગાર કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એલર્ટ! / 60 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું! સાથે 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
એએમસીના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યાએ આ સિસ્ટમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ નવી ટેક્નોલોજીથી અમને વોર્ડ વાઇઝ વરસાદનું ચોક્કસ અનુમાન મળી રહ્યું છે. અમારા અનુભવ અને ડેટા ચકાસણી મુજબ, ગઈકાલ રાત્રે જે વરસાદ નોંધાયો હતો તેમાં આ સિસ્ટમનું એક્યુરેસી લેવલ 80 ટકા સુધી સાચું સાબિત થયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉથી મળતી આ સચોટ માહિતીના આધારે જે તે ઝોન અને વોર્ડમાં એડવાન્સ સૂચના આપી દેવાય છે. જેના કારણે ઈમરજન્સી મેનપાવર, ડીવોટરિંગ પંપ અને જરૂરી મશીનરી જે તે સંવેદનશીલ સ્થળો પર સમયસર તૈનાત કરી શકાય છે. આ પૂર્વ આયોજનને કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઝડપથી ઉકેલાશે અને નાગરિકોને ચોમાસા દરમિયાન ન્યૂનતમ અગવડતાનો સામનો કરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.