ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / આખરે આમિર ખાન-ગૌરી સ્પ્રેટ બન્યા પતિ-પત્ની, પરિવાર ઈમોશનલ, જુઓ Video

બોલીવુડ / આખરે આમિર ખાન-ગૌરી સ્પ્રેટ બન્યા પતિ-પત્ની, પરિવાર ઈમોશનલ, જુઓ Video

Published By: Nidhi Panchal

Last Updated: 02:04 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી છે. આ લગ્ન સમારોહમાં અનેક જાણીતી હસ્તીઓ પણ સામેલ થઈ હતી

ADVERTISEMENT

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ હવે સત્તાવાર રીતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પરિવાર, નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રોની હાજરીમાં બંનેએ પોતાના જીવનની નવી શરૂઆત કરી છે. આ લગ્ન સમારોહ સાદગીપૂર્ણ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેમાં અનેક જાણીતી હસ્તીઓની હાજરીએ પ્રસંગને વધુ ખાસ બનાવી દીધો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત અંબાણી પરિવાર પણ લગ્ન પ્રસંગે આમિર ખાનના નિવાસસ્થાને પહોંચ્યો હતો. તેમના વાહનો આમિરના ઘરની બહાર જોવા મળ્યા હતા, જેના કારણે આ લગ્ન સમારોહ વધુ ચર્ચામાં રહ્યો હતો.

amir-khan-mrg

મેરેજ એક્ટ હેઠળ પોતાના લગ્નની નોંધણી કરાવી

અહેવાલો અનુસાર, આમિર ખાન અને ગૌરી સ્પ્રેટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પોતાના લગ્નની નોંધણી કરાવી છે. ત્યારબાદ બંનેએ પોતાના ઘરે પરિવાર અને નજીકના મિત્રો સાથે લગ્નની ઉજવણી કરી હતી. આ દંપતીએ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવાના બદલે સાદગીથી પોતાના ખાસ દિવસની ઉજવણી કરવાનું પસંદ કર્યું છે. લગ્ન સમારોહમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ખાનગી અને આત્મીય રહ્યો હતો.

અભિનેત્રી સોમી અલીએ પણ બંનેને શુભેચ્છાઓ પાઠવી

આમિર ખાનના લગ્ન બાદ અભિનેત્રી સોમી અલીએ પણ બંનેને શુભેચ્છાઓ પાઠવી છે. સોમીએ સોશિયલ મીડિયા પર હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને આમિર અને ગૌરીને નવા જીવન માટે શુભકામનાઓ આપી હતી. તેમણે ઉંમરને ધ્યાનમાં લીધા વિના પ્રેમને સ્વીકારવાના બંનેના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા મુજબ સાચા પ્રેમ માટે ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી અને જીવનમાં ખુશી તથા એકબીજાનો સાથ સૌથી વધુ મહત્વનો હોય છે.

આ આમિર ખાનના ત્રીજા લગ્ન

ગૌરી સ્પ્રેટ સાથેના આ આમિર ખાનના ત્રીજા લગ્ન છે. આમિરના પહેલા લગ્ન વર્ષ 1986માં રીના દત્તા સાથે થયા હતા. આ દંપતીને પુત્ર જુનૈદ ખાન અને પુત્રી આયરા ખાન એમ બે સંતાનો છે. વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે. જોકે, આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહોતો અને બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. હવે ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરીને આમિરે પોતાના જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. તેમના ત્રણેય બાળકો પણ આ લગ્નની ઉજવણીમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : આજે આમિર ખાનના લગ્ન, ગૌરી સ્પ્રેન્ટ સાથે બંધાશે લગ્નના બંધનમાં, જાણો વેન્યુથી લઇને ગેસ્ટ

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટની પ્રેમકથા પણ ખૂબ રસપ્રદ રહી છે. આમિરે પોતાના 60મા જન્મદિવસે જાહેર કર્યું હતું કે તેઓ અને ગૌરી છેલ્લા 25 વર્ષથી એકબીજાને ઓળખે છે. જોકે, બંને પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જતાં લાંબા સમય સુધી સંપર્કમાં રહ્યા નહોતા. લગભગ દોઢથી બે વર્ષ પહેલાં બંને ફરી મળ્યા અને તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ અને આખરે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગૌરી સ્પ્રેટ અગાઉ લગ્ન કરી ચૂકી છે અને તેમના પહેલા લગ્નથી 6 વર્ષનો એક પુત્ર છે, જે તેમની સાથે રહે છે. હવે બંનેએ લગ્ન કરીને પોતાના નવા જીવનની સત્તાવાર શરૂઆત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wedding Gauri Spratt Aamir Khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ