ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ અઠવાડિયે ખુલશે 4 IPO, એકનું GMP પહોંચ્યું 175 રૂપિયા પર

બિઝનેસ / આ અઠવાડિયે ખુલશે 4 IPO, એકનું GMP પહોંચ્યું 175 રૂપિયા પર

Published By: Nirav Kumar

Last Updated: 04:13 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPOમાં રોકાણ કરવા માંગતા લોકો માટે આગામી અઠવાડિયુ ખુબ વ્યસ્ત રહેવાનું છે. કેમ કે આ દરમિયાન 4 કંપનીઓના IPO લોન્ચ થશે.

ADVERTISEMENT

આ અઠવાડિયે શેર માર્કેટમાં 4 કંપનીઓ તેમના IPO ખુલવા માટે તૈયાર છે. જેમાંથી બે કંપનીઓ SME સેગમેન્ટમાં છે અને બે મેઈનબોર્ડ સેગમેન્ટમાં છે. ચાલો આ 4 કંપનીઓ વિષે જાણીએ.

  • કુસુમગર PO

આ કંપનીના IPOની સાઈઝ 650 કરોડ રૂપિયા છે. આ IPO સંપૂર્ણરીતે ફ્રેશ શેર પર આધારિત છે. જેમાં કંપની IPO દ્વારા 1.55 કરોડ નવા શેર ઈશ્યુ કરશે. IPO 8 જુલાઈથી 10 જુલાઈ, 2026 સુધી ખુલશે. કંપનીએ IPO માટે પ્રતિ શેર 398 થી 419 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. IPOની લોટ સાઈઝ 35 શેર છે મતલબ કે રોકાણકારોએ ઓછામાં ઓછું 14,635 રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડશે. જેમાં તે ગ્રે માર્કેટ (GMP)માં કંપનીનો IPO ધમધમી રહ્યો છે. ઇન્વેસ્ટર્સ ગેઇન મુજબ આજે ગ્રે માર્કેટમાં IPO 175 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ IPO માટે સૌથી ઓછો GMP 135 રૂપિયા રહ્યો છે.

  • લેસર પાવર અને ઇન્ફ્રા IPO

આ પણ મેઇનબોર્ડ સેગમેન્ટ IPO છે. જેમાં આ કંપનીના IPO ની સાઈઝ 742 કરોડ રૂપિયા છે. આ IPO દ્વારા કંપની 542 કરોડ રૂપિયાના વેલ્યુના નવા શેર અને વેચાણ માટે ઓફર દ્વારા 200 કરોડના મૂલ્યના શેર ઈશ્યુ કરશે. આ IPO 9 જુલાઈથી 13 જુલાઈ સુધી ઓપન રહેશે. જેમાં કંપનીએ હજુ સુધી IPO માટે પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો નથી. કંપનીના IPO માટે ખુબ ઓછો ઉત્સાહ છે. આ IPO ઝીરોના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

  • હેપ્પી સ્ટીલ્સ IPO

આ કંપનીનો IPO 9 જુલાઈથી 13 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. આ IPOની સાઈઝ 25 કરોડ રૂપિયા છે. આ કંપનીના ઇશ્યૂમાં સંપૂર્ણરીતે ફ્રેસ શેર હશે. આ IPO દ્વારા 38 લાખ નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. જેમાં આ IPO માટે કંપનીએ પ્રતિ શેર 62 થી 66 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તેને 2000 શેરનો લોટ સાઈઝ નક્કી કર્યો છે. મતલબ કે રોકાણકારોએ ઓછામાં ઓછી 4000 શેર પર બોલી લગાવવી પડશે. આ IPO હાલમાં ઝીરોના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

વધુ વાંચો : IPO નો સિલસિલો શરૂ, SEBI એ વધુ 2 કંપનીઓને આપી લીલી ઝંડી- એકે પરત લીધા ડોક્યુમેન્ટ

  • ડેવસન કેટાલિસ્ટ IPO

આ IPO 9 જુલાઈથી 13 જુલાઈ સુધી ઓપન રહેશે.આ કંપનીના IPOની સાઈઝ 42.34 કરોડ રૂપિયા છે. જેમાં કંપનીએ પ્રતિ શેર 112 થી 118 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. જેમાં આ IPOની લોટ સાઈઝ 2400 શેર છે. જેમાં આ IPO ગ્રે માર્કેટમાં 19 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Next Week Mainboard Segment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ