બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / IPO નો સિલસિલો શરૂ, SEBI એ વધુ 2 કંપનીઓને આપી લીલી ઝંડી- એકે પરત લીધા ડોક્યુમેન્ટ

બિઝનેસ / IPO નો સિલસિલો શરૂ, SEBI એ વધુ 2 કંપનીઓને આપી લીલી ઝંડી- એકે પરત લીધા ડોક્યુમેન્ટ

Nirav Kumar

Last Updated: 07:03 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે IPO માર્કેટ ફરી ધમધોકાર રીતે ચાલવા માટે તૈયાર છે. કેમ કે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન અનેક IPO લોન્ચ થવાના છે. ચાલો તેવા IPO વિષે જાણીએ.

જુલાઈથી ડિસેમ્બર સુધી IPO માર્કેટ માટે વ્યસ્ત સમય રહેશે. કેમ કે ઘણી મોટી કંપનીઓ તેમના IPO લોન્ચ કરશે. જેમાં મુકેશ અંબાણીના Jio પ્લેટફોર્મ્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો IPO સામેલ છે. આ કંપનીઓએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ને અરજીઓ સબમિટ કરી છે. જેમાં ઘણી નવી કંપનીઓને તેમના IPO માટે SEBI ની મંજૂરી પણ મળી છે. જેમાં Moneyview અને ચંદન સ્ટીલને તેમના IPO સાથે આગળ વધવા માટે SEBI ની મંજૂરી મળી છે, જ્યારે ઓઇલફિલ્ડ સર્વિસ પ્રોવાઇડર શિવગંગા ડ્રિલર્સે તેમના ડ્રાફ્ટ પેપર્સ પાછા ખેંચી લીધા છે.

  • ડોક્યુમેન્ટ ક્યારે સબમિટ કરાયા?

Moneyviewએ માર્ચમાં SEBI પાસે તેના ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા. તો ચંદન સ્ટીલે એપ્રિલમાં ગોપનીય ફાઇલિંગ રૂટ દ્વારા તેના IPO ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા. જેમાં SEBI એ 29 જૂને Moneyviewના ડ્રાફ્ટ પેપર પર અને 2 જુલાઈએ ચંદન સ્ટીલની કોન્ફીડેન્શીયલ ફાઇલિંગ પર તેના ઓબ્જર્વેશન ઈશ્યુ કર્યા હતા. મતલબ કે SEBI એ IPO માટે લીલી ઝંડી આપી છે.

hiring vtv 1

બાદમાં આ કંપનીને ઓબ્જર્વેશન પત્ર મળ્યાની તારીખથી એક વર્ષની અંદર તેનો IPO લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કોન્ફીડેન્શીયલ ફાઇલિંગના કિસ્સામાં કંપનીઓ પાસે તેમનો ઇશ્યૂ શરૂ કરવા માટે 18 મહિનાનો સમય હોય છે કેમ કે તેમણે SEBI પાસે અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP) ફાઇલ કરવી પડે છે. રેગ્યુલેટરી પ્રશ્નોના જવાબ આપવા પડે છે અને પછી ઇશ્યૂ ખોલતા પહેલા રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરવી પડશે.

  • શું છે પ્લાન ?

નાણાકીય સેવાઓ પ્લેટફોર્મ મનીવ્યૂ નવા શેર ઈશ્યુ કરીને 1,500 કરોડ ભેગા કરવાની યોજના ધરાવે છે. જેમાં હાલના શેરધારકો દ્વારા 136 મિલિયન શેરની ઓફર-ફોર-સેલ (OFS) પણ સામેલ હશે. જેમાં પ્રમોટર્સ પુનિત અગ્રવાલ અને સંજય અગ્રવાલ શેર વેચી શકે છે.

કંપનીને Accel, Tiger Global અને Apis Partners તરફથી સપોર્ટ મળ્યો છે. જેમાં Apis Partners, Crimson Winter, Accel, Tiger Global Management, NLI Strategic Venture Investment, Ribbit Capital અને TI JPNIN India શેરધારકો હશે. ચંદન સ્ટીલ અંગે, તેની પ્રોપોઝલ ઓફરની ડીટેલ જાહેરમાં ઉપલબ્ધ નથી.

વધુ વાંચો : ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટ્યું, સોનાના ભંડારમાં પણ ઘટાડો

  • પૈસાનું શું કરાશે?

મનીવ્યૂ નવા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ ડિફોલ્ટ લોસ ગેરંટી (DLG) અરેન્જમેન્ટ હેઠળ વધેલા લોન વિતરણને મદદ આપવા અને તેની પેટાકંપની, વ્હિઝડમ ફાઇનાન્સના કેપિટલ આધારને એક્સપેંડ કરવા માટે કરવાની યોજના ધરાવે છે. આ દરમિયાન શિવગંગા ડ્રિલર્સે જૂનના અંતમાં તેના IPO પેપર્સ પાછા ખેંચી લીધા હતા. કંપનીએ ડિસેમ્બરમાં શેરના સંપૂર્ણરીતે ફ્રેશ ઇશ્યૂ દ્વારા 400 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO SEBI Moneyview
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ