બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / એ એક ઓવર, જેના લીધે ભારતીય ટીમની હાર થઈ, ખુદ કેપ્ટન અય્યરે જણાવ્યો ટર્નિંગ પોઈન્ટ

સ્પોર્ટસ / એ એક ઓવર, જેના લીધે ભારતીય ટીમની હાર થઈ, ખુદ કેપ્ટન અય્યરે જણાવ્યો ટર્નિંગ પોઈન્ટ

Nidhi Panchal

Last Updated: 09:28 AM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી બીજી T20Iમાં એક જ ઓવરે આખી મેચનું ચિત્ર બદલી નાખ્યું. રવિ બિશ્નોઈની 17મી ઓવરે ભારતના હાથમાંથી જીત સરકી ગઈ. આ ઓવર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે પણ સ્વીકાર્યું કે સતત બે નો-બોલ અને 29 રન આપવાની ઘટના મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે બીજી T20I રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ચાર મેચમાં ભારતનો આ ત્રીજો પરાજય રહ્યો, જ્યારે એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એટલે કે, શ્રેયસ ઐયર હજુ પણ પોતાની કેપ્ટનશિપ હેઠળ પ્રથમ જીતની રાહ જોઈ રહ્યા છે. માન્ચેસ્ટરમાં ભારત જીતની નજીક પહોંચ્યું હતું, પરંતુ સ્પિનર રવિ બિશ્નોઈની એક ઓવરે આખી મેચનું ચિત્ર બદલી નાખ્યું.

Ravi-bisnoi

ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 132 રન

ભારત 15મી ઓવર સુધી મેચમાં સંપૂર્ણ નિયંત્રણમાં હતું. તે સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 132 રન હતો અને યજમાન ટીમને છેલ્લી પાંચ ઓવરમાં જીત માટે 59 રનની જરૂર હતી. ત્યારબાદ વરુણ ચક્રવર્તીએ 16મી ઓવરમાં માત્ર 10 રન આપીને વિલ જેક્સની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. આ પછી ઇંગ્લેન્ડને છેલ્લી ચાર ઓવરમાં જીત માટે 49 રનની જરૂર હતી અને જરૂરી રનરેટ 12થી વધુ હતો. ભારત મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું.

17મી ઓવર માટે રવિ બિશ્નોઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો

આ સમયે કેપ્ટન શ્રેયસ ઐયરે 17મી ઓવર માટે રવિ બિશ્નોઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ આ ઓવર જ ભારત માટે સૌથી મોટી મુશ્કેલી બની ગઈ. બિશ્નોઈએ ઓવરની શરૂઆત જ નો-બોલથી કરી. જેકબ બેથેલે ફ્રી હિટનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી લોંગ-ઓન પર શાનદાર છગ્ગો ફટકાર્યો. પ્રથમ બોલમાં જ ભારતે કુલ 8 રન ગુમાવ્યા. બીજા બોલ પર પણ બિશ્નોઈએ ફરી નો-બોલ ફેંક્યો. ફરી એક વખત ફ્રી હિટ મળી અને જેકબ બેથેલે વધુ એક છગ્ગો ફટકારી દીધો. બીજા બોલમાં કુલ 7 રન મળતા ઇંગ્લેન્ડને મોટી રાહત મળી. સતત બે નો-બોલ અને બે ફ્રી હિટ પર છગ્ગા ભારત માટે ભારે પડ્યા.

શરૂઆતના બે બોલમાં જ 15 રન

ઓવરના શરૂઆતના બે બોલમાં જ 15 રન આવી જતા મેચનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. પહેલા જ્યાં ઇંગ્લેન્ડને 24 બોલમાં 49 રનની જરૂર હતી, ત્યાં હવે માત્ર 22 બોલમાં 34 રન બનાવવાના રહ્યા હતા. આ બદલાયેલા સમીકરણથી ઇંગ્લેન્ડનો આત્મવિશ્વાસ વધી ગયો.

પાંચમા બોલ પર વધુ એક શાનદાર છગ્ગો

જેકબ બેથેલ અહીં અટક્યા નહીં. તેમણે ચોથા બોલ પર બિશ્નોઈને ચોગ્ગો ફટકાર્યો અને પાંચમા બોલ પર વધુ એક શાનદાર છગ્ગો લગાવ્યો. બિશ્નોઈના બોલિંગ પર બેથેલ સંપૂર્ણપણે હાવી રહ્યા હતા. આખરે રવિ બિશ્નોઈએ પોતાની 17મી ઓવરમાં કુલ 29 રન આપ્યા, જે ભારત માટે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

ravi-bisss

આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ઓવરમાં કોઈ ભારતીય બોલરે આપેલા ત્રીજા સૌથી વધુ રન હતા. આ યાદીમાં શિવમ દુબે 34 રન સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે સ્ટુઅર્ટ બિન્નીએ 32 રન આપ્યા હતા. હવે રવિ બિશ્નોઈનું નામ 29 રન સાથે આ યાદીમાં જોડાઈ ગયું છે. બિશ્નોઈની આ મોંઘી ઓવર બાદ ઇંગ્લેન્ડને છેલ્લી ત્રણ ઓવરમાં જીત માટે માત્ર 20 રનની જરૂર રહી હતી. યજમાન ટીમે આ લક્ષ્ય સરળતાથી હાંસલ કર્યું અને 19મી ઓવરમાં જ મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી.

આ પણ વાંચો : અક્ષર પટેલનો મહારેકોર્ડ: T20I માં 100 વિકેટ લેનારો ભારતનો પહેલો સ્પિનર બન્યો

મેચ બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે પણ સ્પષ્ટ કહ્યું કે 15મી ઓવર પછી ટીમે મેચની ગતિ ગુમાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે રવિ બિશ્નોઈએ પહેલા નો-બોલ બાદ જોરદાર વાપસી કરવાની તક હતી, પરંતુ બીજા જ બોલ પર ફરી નો-બોલ ફેંકવાથી ટીમ મુશ્કેલીમાં આવી ગઈ. શ્રેયસ ઐયરના જણાવ્યા મુજબ, સતત બે નો-બોલ અને 17મી ઓવર દરમિયાન મળેલા 29 રન જ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યા. તેમણે ઉમેર્યું કે બિશ્નોઈ માટે આ એક મહત્વપૂર્ણ શીખ છે અને આવી ભૂલોમાંથી તેમને ભવિષ્યમાં પાઠ શીખવાની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs England Ravi Bishnoi Shreyas Iyer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ