બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના 8થી વધુ ગામડાઓને કરાયા એલર્ટ, તો મહુવાની માલણ નદીમાં નવા નીરની આવક
Last Updated: 10:32 AM, 5 July 2026
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે રાજુલા સ્થિત ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે, જેના પગલે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા 8થી વધુ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ખાસ કરીને ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લોઠપુર, ઉચેયા સહિતના ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના કાંઠાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ખાંભા વિસ્તારનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે નાગેશ્રી, ચૌત્રા, બારમણ સહિત નદી કાંઠે આવેલા ગામોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ ધાતરવડી ડેમ-1માં પણ 70 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ભારે વરસાદને કારણે ચેકડેમ, તળાવો અને નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો, 6 દરવાજા ખોલાતા મનમોહક દૃશ્યો#Rajula #DhatarwadiDam #Amreli #DamOverflow #GujaratRain #Monsoon2026 #VTVDigital pic.twitter.com/aonkfsPUGy
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2026
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં પણ ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થતાં માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસતા નદીમાં નવા નીરની મોટી આવક નોંધાઈ છે. માલણ નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધતાં આસપાસના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. મહુવા ઉપરાંત જેસર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બીલા, ઉગલવાણ, થોરાળા અને શાંતિનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જળાશયો અને નદીઓમાં પણ પાણીની આવક સતત વધી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ST નિગમ ભરતી: ઉમેદવારો જલ્દી કરો, અરજી કરવાનું રહી ના જાય, આજે છે છેલ્લો દિવસ
છોટાઉદેપુર જિલ્લામાં પણ થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. કસ્બા વિસ્તાર, મેન હાઈવે, પેટ્રોલ પંપ ચોકડી સહિત શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. જિલ્લાના પાવી જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખેતી માટે અનુકૂળ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જિલ્લામાં કૃષિ પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સક્રિય બનેલા ચોમાસાને કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.