બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:19 PM, 2 July 2026
મહાકુંભ મેળામાં વાયરલ થયેલી મોનાલિસાએ આ વર્ષે 11 માર્ચે કેરળમાં તેના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા હતા. તેના આંતરધાર્મિક લગ્નથી ભારે હોબાળો મચી ગયો હતો. એવું જાણવા મળ્યું હતું કે મોનાલિસા સગીર હતી, અને ફરમાન પર તેને ઉશ્કેરવાનો આરોપ હતો. જોકે ફરમાનએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે મોનાલિસા 18 વર્ષથી વધુ ઉંમરની હતી. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે મોનાલિસા સગીર હતી. હવે આ કેસમાં ફરમાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ADVERTISEMENT
શું ફરમાન જેલમાં જશે?
ખરગોન જિલ્લાના મંડલેશ્વર જિલ્લા કોર્ટની ખાસ પોક્સો કોર્ટે ફરમાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ફરમાન પર સગીર મોનાલિસાને કેરળ લઈ જવાનો અને તેની સાથે લગ્ન કરવાનો આરોપ છે. અભિનેત્રીના માતા-પિતાએ ફરમાન પર સગીર મોનાલિસાને કેરળ લઈ જવાનો અને તેની સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે આરોપી ફરાર છે અને પુરાવા સાથે છેડછાડ કરવાની શક્યતા છે. કોર્ટે મહેશ્વર પોલીસ સ્ટેશનમાં બીએનએસ સહિત વિવિધ કલમો હેઠળ નોંધાયેલા કેસમાં રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
મહેશ્વર પોલીસે આ કલમો હેઠળ કેસ ડાયરી રજૂ કરી
મોનાલિસાના કેસમાં મહેશ્વર પોલીસ વિભાગના અધિકારીએ ભારતીય દંડ સંહિતાની કલમ 137(2), 81, 83, 87, બાળ લગ્ન પ્રતિબંધ કાયદાની કલમ 9, તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની કલમ 3(2)v, 3(2)(va) હેઠળ કેસ ડાયરી સાથે માહેશ્વરી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.
ADVERTISEMENT
મહેશ્વર મ્યુનિસિપલ કાઉન્સિલમાં ખોટી જન્મ તારીખ નોંધાઈ
તપાસની શરૂઆત કેરળના નયનાર દેવા મંદિરથી શરૂ થઇ. મંદિર વહીવટીતંત્રે જણાવ્યું હતું કે મોનાલિસા અને ફરમાનના લગ્ન તેમના આધાર કાર્ડમાં દર્શાવેલ ઉંમરના આધારે થયા હતા. આ લગ્ન કેરળના પુઅર ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં નોંધાયેલા હતા. તપાસ ટીમે નક્કી કર્યું કે આ ખોટો જન્મ પ્રમાણપત્ર મહેશ્વર નગરપાલિકા દ્વારા જારી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ ટીમે તાત્કાલિક મધ્યપ્રદેશના મહેશ્વરમાં સરકારી તબીબી હોસ્પિટલના રેકોર્ડ તપાસ્યા. તેમને જાણવા મળ્યું કે મોનાલિસાનો જન્મ 30 ડિસેમ્બર 2009 ના રોજ સાંજે 5:50 વાગ્યે થયો હતો. તેના આધારે 11 માર્ચ, 2026 ના કેરળમાં લગ્ન થયા ત્યારે તે ફક્ત 16 વર્ષ, 2 મહિના અને 12 દિવસની હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર
ADVERTISEMENT
મહેશ્વરના સરકારી રેકોર્ડમાં સગીર મોનાલિસા
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંહ આર્યના નિર્દેશ પર રચાયેલી તપાસ ટીમે કેરળથી મધ્યપ્રદેશ સુધીના ગામડાઓમાં સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. 72 કલાકની અંદર તેઓએ કેરળથી મધ્યપ્રદેશના મહેશ્વર સુધીના તમામ બિંદુઓને જોડી દીધા અને સત્યનો પર્દાફાશ કર્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.