બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ડીસા જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, 50 વર્ષ જૂનું રિઝર્વેશન રદ

અમદાવાદ / ડીસા જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, 50 વર્ષ જૂનું રિઝર્વેશન રદ

Priykant Shrimali

Last Updated: 08:21 AM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court Land Reservation : જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: અનિશ્ચિત સમય સુધી રિઝર્વેશન રાખી શકાશે નહીં

Gujarat High Court Land Reservation : જમીન સંપાદન અને વિકાસ યોજનાઓને લઈને ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અને દૂરગામી અસર ધરાવતો નિર્ણય આપ્યો છે. વાસ્તવમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વિકાસ યોજનાઓના નામે કોઈ જમીનને લાંબા સમય સુધી માત્ર રિઝર્વ રાખીને જમીન માલિકના હક્કો અનિશ્ચિત સમય સુધી અટકાવી શકાશે નહીં. જો નિર્ધારિત સમયમર્યાદામાં જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ ન થાય, તો તે પ્રકારનું રિઝર્વેશન આપોઆપ સમાપ્ત ગણાઈ શકે છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

આ કેસમાં ડીસા ગામ વિસ્તારની એક જમીનનો મુદ્દો સામે આવ્યો હતો, જ્યાં વિકાસ યોજનાના રોડ માટે જમીનને વર્ષો સુધી રિઝર્વ રાખવામાં આવી હતી. જોકે લાંબા સમય સુધી સરકાર દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવી નહોતી અને વિકાસનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું નહોતું.

અરજદાર દ્વારા આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારની દલીલ હતી કે, જમીન પર દાયકાઓથી રિઝર્વેશન લાગુ હોવા છતાં સરકાર તરફથી કોઈ વાસ્તવિક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે જમીનના ઉપયોગ અને માલિકીના હક્કો પર સતત અસર પડી રહી છે.

આ પણ વાંચો : ઇન્ડિગોની ફ્લાઈટમાં બેભાન થયું 3 વર્ષનું બાળક, સુરત એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

હાઇકોર્ટનો મોટો નિર્ણય

આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું કે, વિકાસ યોજનાઓનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ રહે અને તેના આધારે જમીન માલિકોને લાંબા સમય સુધી અનિશ્ચિતતામાં રાખી શકાય નહીં. કોર્ટે એ પણ જણાવ્યું કે સરકાર જમીન સંપાદન કર્યા વગર અને વિકાસનું કાર્ય અમલમાં મૂક્યા વગર રિઝર્વેશન ચાલુ રાખે તો તે ન્યાયસંગત ગણાવી શકાય નહીં. મહત્વનું એ છે કે લગભગ પાંચ દાયકાથી અમલમાં રહેલા ડેવલપમેન્ટ પ્લાન હેઠળના રોડ રિઝર્વેશનને કોર્ટે રદબાતલ જાહેર કર્યું. આ નિર્ણયથી જમીન માલિકોના અધિકારો અને સરકારની જવાબદારી વચ્ચે સંતુલન જાળવવાનો મહત્વપૂર્ણ સંદેશ પણ સામે આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Land Reservation Gujarat High Court Land Acquisition
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ