બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ઇન્ડિગોની ફ્લાઈટમાં બેભાન થયું 3 વર્ષનું બાળક, સુરત એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

માનવતા / ઇન્ડિગોની ફ્લાઈટમાં બેભાન થયું 3 વર્ષનું બાળક, સુરત એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

Priykant Shrimali

Last Updated: 08:16 AM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad-Mumbai Flight Emergency Landing : સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, બાળકની તબિયત બગડતાં લેવાયો ત્વરિત નિર્ણય

Ahmedabad-Mumbai Flight Emergency Landing : સુરત એરપોર્ટથી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં એક અચાનક સર્જાયેલી તબીબી પરિસ્થિતિને કારણે ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. સમયસર લેવાયેલા નિર્ણય અને તાત્કાલિક સારવારના કારણે બાળકની સ્થિતિ સ્થિર થતાં મોટી અનિચ્છનીય ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ 6E-7018 દરમિયાન મુસાફરી કરી રહેલા આશરે 3 વર્ષના માસ્ટર સૌરભની તબિયત અચાનક બગડી હતી. બાળક બેભાન જેવી સ્થિતિમાં જતાં ફ્લાઇટમાં હાજર મુસાફરો અને ક્રૂ સભ્યોમાં ચિંતા ફેલાઈ હતી. ફ્લાઇટમાં હાજર બે ડોક્ટરોએ તરત જ બાળકને જરૂરી પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકની સ્થિતિ વધુ દેખરેખ અને ઝડપી સારવાર માંગતી હોવાનું જણાતા પાયલોટે વિલંબ કર્યા વગર સુરત એરપોર્ટ તરફ ફ્લાઇટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો : મુંબઈમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, પાલઘરમાં રેડ એલર્ટ

આ તરફ સુરત એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલને જાણ થતા જ એરપોર્ટ તંત્ર સક્રિય બન્યું હતું. CISF અને મેડિકલ ટીમને રનવે પર અગાઉથી જ તૈનાત રાખવામાં આવી હતી જેથી ફ્લાઇટ લેન્ડ થતાં જ બાળકને તાત્કાલિક તબીબી સહાય મળી શકે. ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ બાળકને એરપોર્ટ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ તરફ ખસેડવામાં આવ્યો. સમયસર સારવાર મળતાં બાળકની સ્થિતિ સ્થિર થઈ હોવાનું જાણવા મળ્યું છે. જરૂરી કાયદાકીય અને કામગીરી સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્ડિગોની ફ્લાઇટ ફરીથી મુંબઈ માટે રવાના કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad to Mumbai Flight Emergency Landing Surat Airport
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ