ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / 50000 કિલો સોનું વેચી માર્યું, જાણો કેમ સોનું વેચવામાં મચી હોડ

Gold Price / 50000 કિલો સોનું વેચી માર્યું, જાણો કેમ સોનું વેચવામાં મચી હોડ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:18 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price : સોનાના એકાએક વધેલા ભાવ પછી આ ચમક ઓછી થતી જોવા મળી રહી છે. ભારતમાં સોનાના ભાવમાં આવેલા ખાસા ઘટાડાને કારણે સામાન્ય પરિવારો અને રોકાણકારોમાં ભારે ચિંતીત છે.

ADVERTISEMENT

Gold Price : સોનાના એકાએક વધેલા ભાવ પછી આ ચમક ઓછી થતી જોવા મળી રહી છે. ભારતમાં સોનાના ભાવમાં આવેલા ખાસા ઘટાડાને કારણે સામાન્ય પરિવારો અને રોકાણકારોમાં ભારે ચિંતીત છે. આગામી સમયમાં સોનાના ભાવ હજુ વધુ ગગડશે તેવા ડરથી લોકો સોનું ખરીદવાને બદલે પોતાના ઘરનું જૂનું સોનું વેચી રહ્યા છે.

IBJA મુજબ એપ્રિલ-જૂનમાં ગ્રાહકોએ 50,000 કિલોગ્રામ જૂનું સોનું વેચ્યું, જે ગયા વર્ષ કરતાં 43 ટકા વધુ છે. પાંચ મહિનામાં 10 ગ્રામ સોનાનો ભાવ 36,000 ઘટીને રૂપિયા 1,43,205 થયો છે. આગામી સમયમાં ભાવ વધુ ઘટવાની શક્યતા છે. 'ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિએશન'ના જણાવ્યા અનુસાર એપ્રિલ-જૂનના માત્ર 90 દિવસની અંદર ગ્રાહકોએ આશરે 50,000 કિલોગ્રામ(50 ટન) જૂનું સોનું વેચી દીધું છે.

ઓલ બુલિયન જ્વેલર્સ ઍસોસિએશનના અનુમાન અનુસાર આગામી દિવસોમાં સોનાનો ભાવ ઘટીને 1,35,000 અથવા તો 1,20,000 રૂપિયા સુધી નીચે આવી શકે છે. વૈશ્વિક બજારમાં પણ સોનું 3,850 ડૉલરથી 4,030 ડૉલર પ્રતિ આઉન્સની રેન્જમાં રહેવાની શક્યતા છે.

VTV ADD

આ પણ વાંચોઃ બિઝનેસ / 8મા પગાર પંચમાં મોટા વધારાની આશા પર ઠંડું પાણી! ફિટમેન્ટ ફેક્ટર 2.57 જ રહેવાની શક્યતા

સોના-ચાંદીના ભાવ તૂટતાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ કડાકો

પ્લેટીનમના ભાવ વિશ્વબજારમાં 2026ના વર્તમાન વર્ષમાં શરૂઆતના મહિનાઓમાં ઉછળી ઉંચામાં ઔંશના 3000 ડોલર નજીક પહોંચી ગયા હતા. જોકે ત્યાર પછીના ગાળામાં પ્લેટીનમના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડાનો દોર પણ જોવા મળ્યો છે. તાજેતરમાં વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ગબડી નીચામાં ભાવ 1600 ડોલરની અંદર ઉતરી 1580થી 1585 ડોલર સુધીના જતા રહ્યાનું જાણવા મળી રહ્યુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Platinum Gold

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ