બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લૂછણાંના પાણીમાં મીઠું નાખીને સફાઈ કરવી શુભ કે અશુભ? વાસ્તુ અનુસાર જાણો તેના ફાયદા

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / લૂછણાંના પાણીમાં મીઠું નાખીને સફાઈ કરવી શુભ કે અશુભ? વાસ્તુ અનુસાર જાણો તેના ફાયદા

Last Updated: 07:32 AM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મીઠું માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી, પરંતુ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ તેને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ મીઠાનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે હોવાથી તેનો પ્રભાવ માનસિક સ્થિતિ અને ઘરનાં વાતાવરણ પર પડે છે.

1/7

photoStories-logo

1. મીઠું નાખીને સફાઈ કરવી શુભ કે અશુભ?

દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતું મીઠું અનેક પરંપરાગત માન્યતાઓ સાથે જોડાયેલું છે. જ્યોતિષ અનુસાર દરિયાઈ મીઠું અને સિંધવ મીઠું બંનેનું અલગ મહત્વ છે. ઘરમાં મીઠું કેવી રીતે રાખવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સકારાત્મકતા વધે છે. માન્યતા છે કે મીઠા સાથે જોડાયેલા કેટલાક સરળ ઉપાયો ઘરનું વાતાવરણ સુખમય બનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મીઠું કાચના વાસણમાં રાખો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠું હંમેશા કાચના વાસણમાં રાખવું શુભ માનવામાં આવે છે. પ્લાસ્ટિક અથવા ધાતુના ડબ્બામાં મીઠું રાખવાનું ટાળવું જોઈએ. એવી માન્યતા છે કે કાચના વાસણમાં રાખેલું મીઠું સકારાત્મક ઊર્જાને જાળવી રાખવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મીઠું વેડફવું અથવા જમીન પર પડવા ન દો

જ્યોતિષીય માન્યતાઓ મુજબ મીઠું વ્યર્થ વેડફવું અથવા જમીન પર પડવા દેવું યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે આવું થવાથી ચંદ્ર સાથે જોડાયેલા નકારાત્મક પ્રભાવ વધી શકે છે. જેના કારણે માનસિક તણાવ અને અશાંતિનો અનુભવ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મીઠામાં લવિંગ રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે

ઘરમાં રાખેલા મીઠાના કાચના વાસણમાં બે કે ત્રણ લવિંગ મૂકવાની પરંપરા છે. માન્યતા મુજબ આ ઉપાયથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા જળવાઈ રહે છે. સાથે જ ઘરનું વાતાવરણ પણ આનંદમય બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મીઠાના પાણીથી પોતુ કરવું લાભદાયી માનવામાં આવે છે

ઘરમાં પોતુ કરતી વખતે પાણીમાં થોડું મીઠું ઉમેરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે એવી માન્યતા છે. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જાય છે અને મનને શાંતિનો અનુભવ થાય છે. ઘણા લોકો આ ઉપાયને નિયમિત રીતે અપનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીઠું ઉધાર ન આપવું અને મીઠાના પાણીથી સ્નાન કરવું

પરંપરાગત માન્યતા મુજબ મીઠું કોઈને ઉધાર આપવું શુભ માનવામાં આવતું નથી, ખાસ કરીને સાંજના સમયે. એવું કહેવાય છે કે તેનાથી સંબંધોમાં ખારાશ આવી શકે છે. ઉપરાંત તણાવ, ચિંતા અથવા માનસિક અશાંતિ અનુભવાતી હોય ત્યારે સ્નાનના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને ન્હાવાથી મનને રાહત મળે છે એવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Positive Energy Salt Astrology Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ