બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 1 લીટર પેટ્રોલ પર 71 કિલોમીટર દોડશે આ બાઈક, નવું મોડલ લોન્ચ, જાણો ફિચર્સ
Last Updated: 04:34 PM, 27 June 2026
જો તમે ડેઇલી યુઝ માટે એડવાન્સ ફીચર્સ અને સુધારેલી સેફટીવાળું બાઇક શોધી રહ્યા હોવ તો નવું હીરોનું Passion+ Disc એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. જેમાં કંપનીએ તેના ફેમસ બાઇક Passion+નું નવું ડિસ્ક-બ્રેક વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા મોડેલમાં ઘણા અપડેટ્સ છે, જે તેને વધુ સ્ટાઇલિશ, સેફ અને ફીચર-લોડેડ બનાવે છે.
ADVERTISEMENT
નવું Passion+ Disc પહેલા કરતાં વધુ આકર્ષક લુક ધરાવે છે. તેમાં નવા ગ્રાફિક્સ, સુધારેલી બોડી ડિઝાઇન અને પ્રીમિયમ ફિનિશ આવે છે, જે તેને રરોડ પર વધુ શાનદાર બનાવે છે. જો કે કંપનીએ પેશન સિરીઝની ઓળખ અને ડિઝાઇન મેન્ટેન રાખી છે.

ADVERTISEMENT
આ બાઇકની સૌથી મોટી વિશેષતા તેનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. જેમાં આ સેગમેન્ટમાં બાઇક પર અગાઉ સ્ટાન્ડર્ડ મીટર કોમન હતા, ડિજિટલ ડિસ્પ્લે હવે રાઇડર્સને એક જ જગ્યાએ બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. જેમાં સ્પીડ, ટ્રિપ મીટર, ઓડોમીટર, ફ્યુઅલ લેવલ અને બીજી મહત્વની ઇન્ફોર્મેશન સ્પષ્ટ અને સરળતાથી શો થાય છે.
ADVERTISEMENT
હીરોએ આ બાઇકમાં સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સ પણ સામેલ કરી છે. જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી બાઇકને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. ત્યાર બાદ તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાંથી સીધા કોલ અને SMS એલર્ટ મળે છે. તેનાથી સતત મોબાઇલ ફોન કાઢવાની જરૂરિયાત દૂર થાય છે. આ બાઇક પ્રતિ લિટર 71 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. જેમાં આ બાઇકની કિંમત 84,128 રૂપિયા છે.
ADVERTISEMENT
આ Passion+ Disc બાઇકમાં રીઅલ-ટાઇમ માઇલેજ ઇન્ડિકેટર આવે છે જેમાં તમેબાઇકનું વર્તમાન માઇલેજ જોઈ શકો છો. આ સર્વિસ રિમાઇન્ડર તમને બાઇકને સમયસર સર્વિસ કરાવવાની યાદ અપાવે છે, જ્યારે ફ્યુઅલ ઘટી ગયું હોય ત્યારે લો-ફ્યુઅલ ઇન્ડિકેટર અગાઉથી એલર્ટ આપે છે. આ સિવાય ટ્રિપ મીટર, ડિજિટલ સ્પીડોમીટર અને ઓડોમીટર જેવા ફીચર પણ આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નવી પેશન+ ડિસ્કમાં બ્રેકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરાયો છે. જેમાં કંપનીએ તેને ફ્રન્ટ ડિસ્ક બ્રેકથી સજ્જ કર્યું છે, જે પહેલા કરતાં વધુ સારી અને સેફ બ્રેકિંગ આપે છે. જેમાં અચાનક બ્રેકિંગની સ્થિતિમાં ડિસ્ક બ્રેક બાઇકને ઝડપથી રોકવામાં મદદ કરે છે. આ બાઇક એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ દરરોજ લાંબા કે ટૂંકા અંતરની મુસાફરી કરે છે અને સારી માઈલેજ ઈચ્છે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.