બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / નાણાં વિભાગમાં 45 કર્મચારીઓની હિસાબ અધિકારી વર્ગ 2માં બઢતી, વિવિધ જિલ્લાઓમાં પણ બદલી

ગાંધીનગર / નાણાં વિભાગમાં 45 કર્મચારીઓની હિસાબ અધિકારી વર્ગ 2માં બઢતી, વિવિધ જિલ્લાઓમાં પણ બદલી

Vishal Khamar

Last Updated: 09:45 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સચિવાલયમાં નાણાં વિભાગમાં ફરજ બજાવતા હિસાબનીશ અધિકારીઓની બદલી સાથે બઢતી આપવામાં આવી છે. તેમજ બઢતી પામેલ કર્મચારીઓએ તાત્કાલીક નવી જગ્યાએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના નાણાં વિભાગમાં બઢતી સાથે બદલીનો દોર શરૂ થયો છે. વિભાગ દ્વારા હિસાબનીશ વર્ગ-3ના 45 કર્મચારીઓને હિસાબી અધિકારી વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે.

બઢતી સાથે જ રાજ્યના વિવિધ સરકારી વિભાગો તેમજ અલગ-અલગ જિલ્લાઓમાં તેમની બદલીના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. નાણાં વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી બઢતીની રાહ જોઈ રહેલા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર બઢતી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી નિમણૂકના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. સંબંધિત વિભાગોને પણ જરૂરી વહીવટી કાર્યવાહી પૂર્ણ કરવા માટે સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વરસાદી ઝાપટાં, ગરમી-બફારામાંથી મળી રાહત, 2 જુલાઈ બાદ પડશે ધોધમાર વરસાદ

નાણાં વિભાગના આ પગલાથી રાજ્યના વિવિધ સરકારી કચેરીઓમાં હિસાબી કામગીરી વધુ અસરકારક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Finance Department Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ