બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદીની તમામ વિભાગોના સચિવો સાથે મહા બેઠક, આ બે મુખ્ય મુદ્દાઓ પર આશરે 4 કલાક ચાલી ચર્ચા

નેશનલ / PM મોદીની તમામ વિભાગોના સચિવો સાથે મહા બેઠક, આ બે મુખ્ય મુદ્દાઓ પર આશરે 4 કલાક ચાલી ચર્ચા

Pravin Joshi

Last Updated: 12:02 AM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના 'સેવા તીર્થ' ખાતે ભારત સરકારના તમામ વિભાગોના સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં આશરે 4 કલાક સુધી દેશના વિકાસ અને સુશાસન સાથે જોડાયેલા બે મુખ્ય મુદ્દાઓ પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સેવા તીર્થ' ખાતે ભારત સરકારના વિવિધ મંત્રાલયોના સચિવો સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ ખાસ વાતચીત મુખ્યત્વે બે અગત્યના મુદ્દાઓ પર કેન્દ્રિત રહી હતી. જેમાં પ્રથમ મુદ્દો 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' એટલે કે વ્યાપાર-ધંધામાં સરળતા અને 'ઇઝ ઓફ લિવિંગ' એટલે કે સામાન્ય લોકોના જીવનનિર્વાહને સરળ બનાવવા માટે નિયમોમાં છૂટછાટ તેમજ અન્ય સુધારા કરવાનો હતો. જ્યારે બીજો મુખ્ય વિષય દેશમાં 'આત્મનિર્ભરતાને પ્રોત્સાહન' આપવાનો હતો. આશરે 4 કલાક ચાલેલી આ બેઠકમાં દેશના વિકાસ કાર્યોને ગતિ આપવા માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

PM-Modi-Meeting

સચિવોએ રજૂ કરી ભવિષ્યની રણનીતિ

બેઠક દરમિયાન અલગ-અલગ વિભાગના સચિવોએ આ બે મહત્વના મુદ્દાઓ અંતર્ગત પોતપોતાના મંત્રાલયો અને વિભાગો દ્વારા લેવામાં આવી રહેલા જરૂરી પગલાંઓ વિશે વડાપ્રધાનને વિગતવાર માહિતી આપી હતી. તેમણે વડાપ્રધાન મોદીના વિઝનને જમીની સ્તરે મજબૂત પરિણામોમાં બદલવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ ચર્ચા કરી હતી. આ સાથે, સચિવોએ પોતપોતાના સેક્ટરની ચોક્કસ પડકારોનો ઉલ્લેખ કર્યો હતો અને ગવર્નન્સ (શાસન) તેમજ સરકારી સેવાઓની ડિલિવરીને વધુ બહેતર બનાવવા માટે પોતાની ભવિષ્યની રણનીતિઓની રૂપરેખા પણ રજૂ કરી હતી.

મંત્રાલયો વચ્ચેના અંતરને દૂર કરવા પર ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મીટિંગમાં 'હોલ-ઓફ-ગવર્નમેન્ટ' એટલે કે આખી સરકારને એક સંગઠિત એકમ તરીકે જોવાના દ્રષ્ટિકોણને અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે જુદા-જુદા વિભાગો વચ્ચે બનેલી આંતરિક અવરોધક દિવાલો તોડવી અત્યંત જરૂરી છે, જેથી કામ ઝડપથી થઈ શકે.

આ પણ વાંચો : IPL ક્રિકેટર અને તેના IPS પિતા સામે ફરિયાદ, "મારો મોબાઈલ ઝૂંટવી લીધો, ગાળો આપી, મારીને ફેંકી દેવાની ધમકી આપી"

ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ અને પરસ્પર તાલમેલના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન અને સચોટ માહિતીના આધારે નિર્ણયો લેવા માટે 'પીએમ ગતિશક્તિ' પ્લેટફોર્મનો મોટા પાયે ઉપયોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. વડાપ્રધાને સચિવોને ખાસ તાકીદ કરી હતી કે તેઓ પોતાનું સંપૂર્ણ ફોકસ એવી યોજનાઓ પર રાખે જે સીધી રીતે સામાન્ય જનતાના જીવન પર ઊંડો અને સકારાત્મક પ્રભાવ પાડી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Governance AtmanirbharBharat PMModi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ